Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

નડિયાદ ટાઉન પોલીસે બાતમીના આધારે અમદાવાદી બજારમાંથી સાત જુગારીઓને રંગે હાથે દબોચ્યા

નડિયાદ:ટાઉન પોલીસે ગઈકાલે સાંજે અમદાવાદી બજાર વિસ્તારમાં જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડીને જુગાર રમવાના સાધનો તેમજ રોકડા રૂપિયા ૩૧૫૦૦ કબજે કર્યા હતા. 
ગત સાંજે મળેલ બાતમીના આધારે નડિયાદ ટાઉન પોલીસે અમદાવાદી બજાર સાબાશ ખાનની ખડકીમાં રેઈડ કરતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા સાત ઈસમો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેમાં સલીમભાઈ મહંમદભાઈ ખલીફા, મહંમદ શફી, ગુલામ મહંમદ વ્હોરા ઉર્ફે કાળીયો, બળદેવભાઈ કાછીયા પટેલ, ઐયુબમીયાં અહેમદમીયાં મલેક, સીરાજભાઈ નૂરમહંમદ વ્હોરા તથા સઈદ મહંમદભાઈ લુહારનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી પત્તા પાનાનો જુગાર રમવાના સાધનો, દાવ ઉપર તેમજ અંગજડતીમાં મળી કુલ રૂ. ૩૧૫૦૦ રોકડા કબજે કર્યા હતા. બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

(5:20 pm IST)