Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કપડવંજના મોડાસા નજીક લાકડા ભરેલ ટ્રોલી ટ્રક સાથે ધડાકાભરે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક મોતને ભેટ્યો

કપડવંજ: મોડાસા રોડ ઉપર ઘઉંઆ નજીક રાત્રે ટ્રેક્ટર-ટ્રોલી સાથે ટ્રક ઘસડાતા અક્સ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં ટ્રોલી પાસે ઊભા રહેલ ઈસમ ઉપર ટ્રક ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ભીલોડા તાલુકાના બંગારૂમાં રહેતા ભૈરવલાલ એકલીંગ પ્રજાપતિ ગત રાત્રે ટ્રક્ નં. આરજે-૨૭ ઈસી-૨૨૮૮ હંકારી મોડાસા-કપડવંજ રોડ પરથી પસાર થતો હતો ત્યારે રાત્રીના સમયે ત્રણ વાગ્યાના સુમારે ઘઉંઆ સીમમાં નંબર વગરનું લાકડા ભરેલ ટ્રેક્ટર ટ્રોલી અડચણરૂપ રીતે ઉભું રહ્યું હતું. જેથી રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે અંધારૂ હોઈ ટ્રક લાકડાં ભરેલ ટ્રોલી સાથે ઘસડાતા ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઈ ગયું હતું. જ્યારે ટ્રેક્ટર પાસે ઉભા રહેલ ઈસમ ઉપર ટ્રક્નું ટાયર ફરી વળતા સૂરજ જયંતિભાઈ ખાંટ (ઉં.વ.૩૦) (રહે.આંબાગામ તા. બાયડ) નું ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે જણાંને ઈજા થઈ હતી. બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:20 pm IST)