Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સુરતમાં 3 વર્ષીય બાળકી સાથે નરાધમે હવસ સંતોષતા અરેરાટી

સુરત:માં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘર બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી જઈ યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. કારખાનામાં કામ કરતા કર્મચારીએ માસૂમ બાળકીને અંધારામાં લઇ જઇને હવસનો શિકાર બનાવી હતી. પિતાએ નરાધમના ચંગુલમાંથી બાળકીને છોડાવી હતી. જ્યારે લોકોએ આરોપીને ઢોર માર માર્યો હતો. કારખાનાના માલિકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

સચિનમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આવેલી કોમલ ઈન્ડસ્ટ્રીમાં ધાબા પર રૂમ બનાવી પરિવાર રહે છે. પરિવારની ત્રણ વર્ષની બાળા ગત રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ ઘર બહાર રમતી હતી. દરમિયાન મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ નામનો 24 વર્ષિય યુવાન બાળાને ઉઠાવી ગયો હતો. અને સિક્યોરિટી ગાર્ડે પૂછતા કહ્યું હતું કે, તેના પિતાને આપવા જઈ રહ્યો છે. જોકે, થોડી ક્ષણોમાં જ બાળાના પિતા આવ્યા હતા.

જેથી સિક્યોરિટી ગાર્ડે કહ્યું હતું કે, તેરી લડકી કો મહેન્દ્રસિંહ લેકે ગયા હે તુજે મીલી. જેથી બાળાના પિતા ઘરે દોડ્યા હતા. જ્યાં દીકરી મળી ન હતી. જેથી મહેન્દ્રસિંહના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળા ન મળતા હતાશ થઈને ત્યાં બેસી ગયા હતા. જોકે, થોડીવારમાં મહેન્દ્રસિંહના ઘરના ધાબા પરથી બાળાનો રડવાનો અવાજ આવ્યો હતો.

(5:19 pm IST)