Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સુરતમાં બુધવારે સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરાશેઃ દેશભકિતના ગીતો ઉપર સ્કેટીંગ ડાન્સ પ્રોગ્રામનું ભવ્ય આયોજન

સુરતઃ સુરતમાં તા.૧પ ઓગષ્ટને બુધવારે સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. જેમાં દેશભકિતના ગીતો ઉપર સ્કેટીંગ ડાન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સ્વતંત્રતા પર્વને લઇને અનેક કાર્યક્રમોના આયોજન સપ્તાહ પહેલાથી કરી લેવામાં આવતા હોઇ છે. જેમાં અનેક જગ્યાએ દેશ ભકિત ગીતો પર સંગીત અને નુત્ય કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવતા હોઇ છે. પરંતુ સુરતમાં એક ગ્રુપ દ્વારા અનોખી રીતે સ્વતંત્ર પર્વની ઉજાણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓ દ્વારા ખાસ કરીને એક વિશેષ ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એ ડાન્સએ માત્ર સાદી રીતે નહિ પરંતુ તેને સ્કેટિંગ પર પરફોર્મ કરીને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. 60 જેટલી યુવતીઓએ આ કમાલ કરીને દેશના પર્વને યાદગાર બનાવ્યો હતો.

દેશ ભકિત ગીતો પર ડાન્સ કરવું ખુબજ અધરૂ હોઇ છે. તેમ પણ આ બાળકોએ સ્કેટ પર અનોખો ડાન્સ એ પણ પ્રોપ સાથે કરીને તમામના દિલ જીતી લીધા હતા. આ પરફોર્મસમાં માત્ર મોટી ઉમરના વિદ્યાર્થીઓ નહિ પરંતુ ત્રણ વર્ષ થી લઇને 8 વર્ષના બાળકોએ પણ ભાગ લીધો હતો અને દેશના જશ્નમાં સામીલ થયા હતા. દેશ ભકિતની વાતથી જ તમામ વિદ્યાર્થીઓ અને એમના ટીચર પહેલેથીજ ખુબજ ઉત્સાહ પુર્વક અને પ્રાઉડ ફિલ કરી રહ્યા હતા.

ડાન્સ કરનાર દિવ્યાંશી સીંઘવીએ જણાવ્યું હતું કે, 15 ઓગષ્ટના રોજ દેશ આઝાદ થયો હતો. દેશ માટે ખુબજ ખાશ છે. તેને સેલીબ્રેટ કરવામાં આવે છે. જેથી અમે પણ અલગ કરવા માંગતા હતા અને સ્કેરટ ખાસ દેશ ભકિત ગીત તૈયાર કર્યા હતા અને પર્ફોમ કર્યું હતું.

જ્યારે અન્ય એક ડાન્સ કરનાર લીઝાએ જણાવ્યું હતું કે, પ્રી સેલીબ્રેશનમાંટે ખુબજ મહેનત કરી હતી. દેશના લોકોને જણાવવા માંગતા હતા કે સ્કેટ પર દેશ ભકિત સોંગ પરફોર્મ કરવું ખુબજ અધરૂ હોય છે. તો ડાન્સ ટીચર મીના મોદીએ કહ્યું કે, ખુબદ મજા આવે છે. દેશ ભકિતની ભાવના બાળકોમાં જોઇને ખુહજ આનંદ થાય છે. બાળકોએ અલગ અલગ ગીતો પર પ્રોપ સાથે ડાન્સ કર્યા આટલી નાની ઉમરમાં પરફોર્મ કરવું અધરૂ છે. સ્કેટ પર પર્ફોર્મ કરવું ખુબજ અધરૂ છે.

સુરત શહેર હંમેશા અનોખી ઉજાણીઓને લઇને જાણીતું છે. ત્યારે બાળકો દ્વારા સાબીત કરી બાતાવ્યું હતુંકે સ્વતંત્રતા પર્વની ઉજાણી પણ સુરત અલગ રીતે કરી શકે છે. અને સ્કેટ જેવા અધરા પ્રોપ સાથે વિદ્યાર્થીઓએ ડાન્સ કરીને તમામના દિલ જીતી લીધા હતા.

(6:25 pm IST)