Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અમદાવાદમાં રોગચાળો વધ્યો :ઝાડા ઉલ્ટીના 378 અને મેલેરિયાના 520 કેસ નોંધાયા

ન્ગ્યૂના 14, ચીકન ગુનિયાના 2, કમળાના 214 અને ટાઈફોઈડના 229, કોલેરાના 13 કેસ

અમદાવાદ: શહેરમાં રોગચાળામાં વધારો થયો છે છેલ્લા 11 દિવસમાં ઝાડ ઉલ્ટીના 378 અને મલેરિયાના 520 કેસ નોંધાયા છે.ચોમાસા પહેલા કોર્પોરેશન દ્વારા પ્રી-મોનસૂન એક્શન પ્લાન અંતર્ગત રોગચાળો ન વકરે તે માટે પ્લાન બનાવામા આવે છે

    તા; 1થી 11 ઓગસ્ટ વચ્ચેના રોગચાળાના આંકડાઓ મુજબ ઝેરી મેલેરિયાના 520, સાદા મેલેરીયાના 84, ડેન્ગ્યૂના 14, ચીકન ગુનિયાના 2, ઝાડા-ઉલટીના 378, કમળાના 214 અને ટાઈફોઈડના 229, કોલેરાના 13 કેસ નોંધાયા છે

(9:17 am IST)