Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

‘દુર્ઘટના સે દેર ભલી' :અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ડિવાઈડર કુદાવી કાર મોટા પથ્થર પર ચડી ગઈ

 

અમદાવાદ :દુર્ઘટના સે દેર ભલીજેવા સૂત્ર રસ્તા પર ઠેર-ઠેર વાંચ્યા હશે ત્યારે આ સૂત્રને યાદ અપાવતો કિસ્સો અમદાવાદ ગાંધીનગર હાઇવે પર જોવા મળ્યો છે અમદાવાદ-ગાંધીનગર હાઈ-વે પર ગાંધીનગર નજીક નર્મદા કેનાલ પાસે એક કારને આવો જ અકસ્માત નડ્યો હતો. અકસ્માતને જોતા જ સમજાઈ જાય છે કે કાર કેટલી સ્પીડમાં હશે કે ડિવાડર કૂદાવીને વચ્ચેના ભાગમાં પડેલા એક મોટા પથ્થર પર ચડી ગઈ હતી અને હવામાં લટકી પડી હતી.

  જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈનો જીવ નથી ગયો, માત્ર ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.જે રીતે કાર પથ્થર પર ચડીને હવામાં લટકી રહી છે, તે જોઈને ત્યાંથી પસાર થતા સૌ કોઈને એક જ વિચાર આવતો હતો કે, કાર કેટલી સ્પીડમાં હશે કે આટલી ઊંચે સુધી ઉડીને આવી ગઈ હશે! વળી, જો કાર આ પથ્થર પર લટકીને અટકી ન ગઈ હોત અને સામેની તરફ ધસી ગઈ હોત તો કેટલા વાહનો અને લોકોને અડફેટે લીધા હોત? પથ્થર પર લટકી કારની આ તસવીરો જોઈને જ તમે સમજી શકો છો કે કાર કેટલી સ્પીડમાં હશે. જેમણે આ અકસ્માત નજરે જોયો તેઓ તો વિશ્વાસ જ નથી કરી શકતા કે આવા અકસ્માતમાં કોઈ બચી પણ શકે!

(11:53 pm IST)