Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી

રાજ્યના વિવિધ જિલ્લા મથકોમાં ભવ્ય ઉજવણી

         અમદાવાદ,તા.૧૩ :રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ સવારે ૯.૦૦ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરેન્દ્રનગર ખાતે, ગુજરાત વિધઆનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખેડા ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો તથા જિલ્લા  કલેક્ટરઓ વિવિધ જિલ્લા મથકોએ સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત મોરબી, દેવભૂમિ-દ્ધારકા, પોરબંદર, ગિર-સોમનાથ, તાપી, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે, એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએઓ કોણ ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત નીચે મુજબ છે.

કેબીનેટ કક્ષાના મંત્રીઓ

મંત્રીનું નામ................................................................................. જિલ્લાનું નામ

આરસી ફળદુ..................................................................................... અમદાવાદ

ભુપેન્દ્રસિંહ ચુડાસમા............................................................................... રાજકોટ

કૌશિક પટેલ............................................................................................. સુરત

સૌરભ પટેલ......................................................................................... મહેસાણા

ગણપતસિંહ વસાવા................................................................................. દાહોદ

જયેશ રાદડીયા................................................................................... જામનગર

દિલીપકુમાર ઠાકોર..................................................................................... કચ્છ

ઈશ્વર પરમાર............................................................................................ ભરૂચ

કુંવરજી બાવળીયા................................................................................. અમરેલી

રાજ્યકક્ષાના મંત્રીઓ

પ્રદિપસિંહ જાડેજા.................................................................................. જૂનાગઢ

પરબત પટેલ.................................................................................... બનાસકાંઠા

બચુભાઈ ખાબડ.................................................................................. પંચમહાલ

જયદ્રથસિંહ પરમાર............................................................................ ભાવનગર

ઈશ્વરસિંહ પટેલ..................................................................................... વલસાડ

વાસણભાઈ આહિર.................................................................................... પાટણ

વિભાવરીબેન દવે............................................................................... સાબરકાંઠા

રમણલાલ પાટકર.................................................................................... આણંદ

કિશોરભાઈ કાનાણી............................................................................... નવસારી

(8:17 pm IST)