Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બાયડ તાલુકા પંચાયતમાં ભાજપમાં ભંગાણ : ધ્યક્ષની વરણીમાં જૂથવાદ ભભૂક્યો :ગાળાગાળી-ટેબલો પછાડ્યા :સભા બરખાસ્ત કરતા મામલો બિચક્યો

અરવલ્લીના બાયડ તાલુકા પંચાયતમાં ભાજપમાં ભંગાણ સર્જાયુ છે. અધ્યક્ષની વરણીમાં ભાજપના સભ્યોમાં જૂથવાદ ભભૂક્યો હતો તાલુકા પ્રમુખ. ધારાસભ્ય અને ટીડીઓની હાજરીમાં કારોબારી વરણી યોજાઇ હતી. કારોબારી અને ન્યાય સમિતિની રચનામાં ગાળાગાળી અને ટેબલો પછાડવામાં આવ્યા હતા.

  અંગે મળતી વિગત મુજબ ભાજપના 9 સભ્યોએ અધ્યક્ષ માટે યાદી રજૂ કરી હતી.જેમાં ભાજપના ચાર સભ્યોએ યાદીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના અને ભાજપના 13 સભ્યો ભેગા મળી મિક્સ કારોબારીને બહાલી આપી છે

  તાલુકા પ્રમુખે  બે સભ્યોની ગેરવર્તુણુકને લઇ સભા બરખાસ્ત કરતા મામલો બીચકયો છે.13 સભ્યોએ આગળી ઉંચી કરી મત મળતા સમિતિને બહાલી આપવા માંગ કરી છે..તો મામલે ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વારે જવાની તૈયારી બાયડના ધારાસભ્ય ધવલસિંહે દર્શાવી છે

(7:32 pm IST)