Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વલસાડ જિલ્લામાં વરસાદી રૂપી પ્રેમ વરસાવતા મેધરાજા: સર્વત્ર મેઘમહેર

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૦૬ મી.મી., કપરાડા તાલુકામાં ૦૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૭ મી.મી., પારડી તાલુકામાં ૧૧ મી.મી., વલસાડ તાલુકામાં ૬૦ મી.મી. અને વાપી તાલુકામાં ૦૬ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૫૦૫ મી.મી. (૧૯.૮૮ ઇંચ) , કપરાડા તાલુકામાં ૬૦૬ મી.મી. (૨૩.૮૬ ઇંચ), ધરમપુર તાલુકામાં ૪૧૬ મી.મી.(૧૬.૩૮ ઇંચ), પારડી તાલુકામાં ૨૭૪ (૧૦.૭૯ ઇંચ) મી.મી., વલસાડ તાલુકામાં ૪૬૯ મી.મી. (૧૮.૪૬ ઇંચ) અને વાપી તાલુકામાં ૪૦૭ મી.મી. (૧૬.૦૨ ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્‍યારે તા.૧૪મી જુલાઇ ૨૦૨૦ના રોજ સવારે ૦૬-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ઉમરગામ તાલુકામાં ૦૦ મી.મી., કપરાડા તાલુકામાં ૦૩ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૯ મી.મી., પારડી તાલુકામાં ૫૪ મી.મી., વલસાડ તાલુકામાં ૫૫ મી.મી. અને વાપી તાલુકામાં ૦૭ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

(11:43 pm IST)