Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વલસાડ જિલ્લામાં મેઘમહેર: તંત્રની પોલ ખોલતા મેઘરાજા

વરસાદી પાણીથી ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા: તંત્ર પાણી પેલા પાર બાંધે એ જરૂરી છે

 

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ હોય ત્યારે કોઈ પાણીના નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી એવી ચર્ચાએ જોર પકડયું હતું.વલસાડ ના છીપવાડના ગરનાળા, મોગરાવાડી ના ગરનાળા અને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. અને વાહનચાલકોને ભારે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી

  વહેલી તકે વરસાદી પાણીનો નિરાકરણ લાવે તેવી લોકોની માંગ ઉઠી છે

(11:40 pm IST)