Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

લોકડાઉન ના કપરા સમયમાં રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારા મંજુર : ફક્ત છ સભ્યોએ વિરોધ નોંધાવ્યો

પ્રજાની વ્હારે હોવાની વાત કહેનાર પાલિકાના વિરોધ પક્ષના નેતા ગેર હાજર :લોકોને કાયદાના પાઠ ભણાવતી પાલિકાની સામાન્ય સભામા સોસીયલ ડિસ્ટનસ્ટ ના ધજાગરા ઉડ્યા

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં વેરા વધારા મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજની સામાન્ય સભા ઉપર દરેકની નજર હતી. લોકોને આશા હતી કે કદાચ સત્તાધીશો લોકડાઉનમાં પાયમાલ બનેલ પ્રજાને રાહત મળશે અને વેરો વધારો હાલ પૂરતો મોકૂફ રખાશે ત્યારે લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.

  જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ મહેશભાઈ વસાવા તેમજ ડૉ કમલ ભાઈ ચૌહાણે વેરા વધારા અંગે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને સલીમભાઈ શેખ, કવિતાબેન માછી, સુરેશભાઈ વસાવા, ઇલુભાઈ બક્ષી મળી કુલ સભ્યોએ વેરા વધારા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે ભાજપ, અપક્ષ ના ૧૬ સભ્યોએ વેરા વધારવા માટે સમર્થન કર્યું હતું ઉપરાંત વિરોધ પક્ષના નેતા અને અન્ય બે સભ્યો ગેરહાજર રહ્યા હતા.
 
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ સભ્ય મહેશભાઈ વસાવાએ તારીખ 13-7-2020 ના રોજ યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભાને ગેરકાયદેસર જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે અગાઉ 24 જૂન ના રોજ જ્યારે બાબતે સામાન્ય સભા રાખવામાં આવી તે કોરોના નું કરણ આગળ ધરી પ્રમુખ દ્વારા સર્ક્યુલર દ્વારા એજન્ડા ને રદ કરવામાં આવ્યો હતો સભા મોકૂફ રાખવી તેમ નહોતું જણાવ્યું. ઉપરાંત આજે જે વેરા વધારા મુદ્દે ઠરાવ થયો તેપણ ગેરકાયદેસર છે કેમકે પાલિકા દ્વારા આગાઉ 27.4.2020 ના રોજ વેરા બાબતે લોકડાઉન સમય માં ફરતો ઠરાવ થઈ ગયો હતો ત્યારે પાલિકા ની કલમ ની જોગવાઈ મુજબ કોઈપણ ઠરાવ માં સુધારો કરવો હોય તો 90 દિવસ બાદ સામાન્ય સભા માં મૂકી શકાય ત્યારે પ્રમુખ તેમજ ભાજપ કોંગ્રેસ દ્વારા ખોટો ઠરાવ કરાયો છે.

રાજપીપળા પાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટે જણાવ્યું કે કર્મચારીઓના પગારમાં તકલીફ પડતી હતી એટલે આંશિક વેરો વધાર્યો છે અને એમાં મોટે ભાગના સભ્યોની સંમતિ છે.રાજપીપળા પાલિકાએ વાર્ષિક 1.50 રૂપિયા વેરો વધાર્યો છે.જેમાં સૂચિત વેરો 750,સ્ટ્રીટ લાઈટ વેરો 150, સફાઈ વેરો સફાઈ કરે માટે 100 અને ઘર દીઠ ઉઘરાવે એનો 150 અને પાણીનો વાર્ષિક વેરો 150 કરાયો છે.રાજપીપળાની જનતાને માથે બોઝ પડે માટે આંશિક વેરો વધાર્યો છે.

પાણી વેરો જે પહેલા ₹600/- રુ હતો તેના બદલે ₹750/- ભરવાનો રહેશે,ગટર વેરો જે પહેલા 12₹ હતો તે 80₹ થયો, નવા ઉભાં કરવામા આવેલા વેરા સફાઈ વેરો 120₹ લાઈટ વેરો 120₹ કરવામા આવ્યો છે. અને અન્ય મિલ્કત વેરો,વાણિજ્ય વેરા મા પાણી વેરો,મિલકત વેરો વિગેરે વેરાઓ મા આકરો વધારો કરવામા આવ્યો છે

(10:16 pm IST)