Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સીબીડીટી બેંકો-પોસ્ટમાં યુટીલિટિ ઈન્સટોલ કરશે

ત્રણ વર્ષના રિટર્ન ન ભરનાર ખાતેદાર નહીં છટકી શકે : એક કરોડ ઉપરનો રોકડ ઉપાડ થાય તો બે ટકા ટીડીએસ આપમેળે કપાઈ જાય એવી જોગવાઈ કરવામાં આવી

અમદાવાદ, તા. ૧૪ : સીબીડીટી દરેક બેંકો તેમજ પોસ્ટ ઓફિસને યુટીલીટી પૂરી પાડશે જેથી કરોડ  ઉપરનો રોકડ ઉપાડ થાય તો બે ટકા ટીડીએસ આપમેળે કપાઈ જાય બેક્નો દ્વારા ટીડીએસ કાપવામાં કોઈ ગરબડ કરવામાં આવે નહીં તેના માટે પગલું લેવામાં આવ્યું છે જો કોઈ ખાતેદારે છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન નહીં કર્યા હોય તો તે હવે છટકી શકશે નહીં. ચાલુ વર્ષના બજેટમાં આવક વેરાની નવી ઉમેરાયેલી કલમ ૧૯૪-એન  મુજબ એક કરોડથી વધુ રકમનો રોકડમાં ઉપાડ કરનાર કોઈપણ કરદાતા માટે આખા વર્ષમાં ટુકડે-ટુકડે મળીને પણ જો એક કરોડથી વધુ ઉપાડ થઈ જાય તો દરેક બેન્ક કો.. બેંક તેમજ પોસ્ટ ઓફિસ આવી રોકડ ઉપાડ ચુકવણી કરતી વખતે બે ટકા લેખે ટીડીએસ  કાપી લેશે વધુમાં જોગવાઈ મુજબ કરદાતાએ છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરેલ હોય તો ઉપાડની લિમિટ ઘટાડીને ૨૦ લાખ કરી દેવામાં આવેલ છે એટલે કે ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ નહીં કરનાર કરદાતાઓ ૨૦ લાખથી વધુની રોકડ ઉપાડ કરશે તો બે ટકા લેખે ટીડીએસ કપાવાનું રૂ થઈ જશે. જો ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ નહીં કરનાર દાતા જ્યારે એક કરોડથી વધારેનો ઉપાડ કરશે તો તેને ઉપાડ ઉપર પાંચ ટકા લેખે ટીડીએસ કપાશે હવે બેંકો કાર્યવાહી બરોબર રીતે નિભાવે તે માટે સીબીડીટી પોતે યુટીલીટી ડેવલપ કરી છે.

            આ યુટીલીટી બેંકો તથા પોસ્ટ ઓફિસની ઈન્ટરકોર બેક્નિંગ સોલ્યુશન્સ સાથે લિંક કરી દેવામાં આવશે. જેને પગલે દરેક બેક્ન અને પોસ્ટ ઓફિસમાં જ્યારે કોઈ વ્યક્તિ રોકડ ઉપાડવા માટે આવે ત્યારે ફરજિયાત તેનો પાન નંબર એન્ટર કરવાનું રહેશે અને પાન નંબર એન્ટર થતાની સાથે યુટીલીટી રોકડ ઉપાડવા માટે આવેલા ખાતેદારે રિટર્ન ફાઇલ કર્યા છે કે નહીં તે ઓટોમેટિક ચેક કરી લેશે. જો જે તે ખાતેદારે રીટન ભરેલ નહિ હોય તો સિસ્ટમ જાતે તેનો ઉપાડ ૨૦ લાખ થાય કે તરત ટીડીએસ કાપવાનું રૂ કરી દેશે. આવા ખાતેદારનો ઉપાડ એક કરોડ ઉપર જશે કે તરત તેના ઉપર પાંચ ટકા લેખે ટીડીએસ કાપવાનું રૂ થઈ જશે. રેગ્યુલર રિટર્ન ફાઈલ કરનાર ખાતેદાર માટે એક કરોડના ઉપાડ ઉપર બે ટકા લેખે ટીડીએસ કપાશે. જો કોઈ ખાતેદાર પાન કાર્ડ નથી ધરાવતો હોય તો ૨૦ ટકા લેખે ટીડીએસ કપાશે. સીબીડીટી દ્વારા રોકડ વ્યવહારો ઘટાડવા અને આવકવેરા રિટર્ન ફાઇલ નહી કરનારાઓ ને પકડી લેવા માટે પગલું ભરવામાં આવ્યું છે કેટલાક લોકો બેક્નમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો કરે છે પરંતુ રિટર્ન ભરતા નથી આવા તત્વોને ઝડપી લઇ તેમની સામે પગલાં લેવાશે.

(7:58 pm IST)