Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે ડી ભગતે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ : માસ્ક વગરના કર્મચારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો

પ્રાંત અધિકારી કે ડી ભગત અને નર્મદા પોલીસ દ્વારા ચેકીંગ: સરપ્રાઈઝ ચેકીંગમાં 60 જેવા કર્મચારીઓ માસ્ક વગર ના ઝડપાતા એકને 200 રૂપિયા લેખે સ્થળ પર જ દંડ ફટકારાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય હાલ પોલીસ સાથે વહીવટી તંત્ર ના જવાબદાર અધિકારીઓ પણ આ બાબતે નિયમો નું પાલન કરાવવા કડક પગલાં લેતા જોવા મળ્યા હોય રવિવારે રાજપીપળા પોલીસે એકજ દિવસ માં માસ્ક વગર ફરતા લોકો પાસે થી ૩૭૦૦૦/- રૂપિયા દંડ વસુલ્યો હતો તેમ છતાં કાયદાના રખેવાળ એવા સરકારી બાબુઓ પણ કાયદાનું પાલન ન કરતા હોય નર્મદા પોલીસ સાથે પ્રાંત અધિકારી ડી.કે. ભગત એ જિલ્લા સેવા સદન માં આવેલી કચેરી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરતા કચેરી માં માસ્ક વગર ફરતા ૬૦ થી વધુ કર્મચારીઓ ઝડપાતા તમામ પાસે થી તત્કાલ સ્થળ પર જ ૨૦૦/-રૂપિયા લેખે દંડ વસુલ કરતા બાકી કર્મચારી ઓમાં ગભરાટ જોવા મળ્યો હતો.

(7:58 pm IST)