Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રેકોર્ડબ્રેક વધુ 915 કેસ નોંધાયા : કુલ કેસ 43,823 થયા : વધુ 14 લોકોના મોત : મૃત્યુઆંક 2071 થયો

સુરતમાં સૌથી વધુ 291 કેસ, અમદાવાદમાં 167 કેસ ,વડોદરામાં 76 કેસ, ભાવનગરમાં 45 કેસ, સુરેન્દ્રનગરમાં નવા 31 કેસ, ભરૂચમાં 28 કેસ, રાજકોટમાં 24 કેસ, જૂનાગઢમાં 25 કેસ બનાસકાંઠા અને મહેસાણામાં 21-21 કેસ 26 કેસ : વધુ 749 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 30,655 દર્દીએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 915 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 749 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 14 દર્દીના મૃત્યુ થયા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 43,823 થઇ છે

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 11,097 છે. આ એક્ટિવ કેસમાંથી 11,026 દર્દી સ્ટેબલ છે જ્યારે 71 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 749 દર્દીઓ સાજા તાહતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ  30,655  દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2071 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 221 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 1524કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 291 થયા છે  અમદાવાદ જિલ્લામાં 167  કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 76 કેસ, ભાવનગરમાં 45 કેસ, સુરેન્દ્રનગરમાં નવા 31 કેસ,ભરૂચમાં 28 કેસ, રાજકોટમાં 24 કેસ, જૂનાગઢમાં 25 કેસ બનાસકાંઠા અને મહેસાણામાં 21-21 કેસ 26 કેસ નોંધાયા છે

(8:39 pm IST)