Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સુરતના અડાજણ ટીજીબી સર્કલ નજીક મનપાની કચરા ગાડીમાં પાંચ મહિનાનું ભ્રુણ મળી આવતા અરેરાટી મચી જવા પામી

સુરત:અડાજણ ટીજીબી સર્કલ નજીકના એસએમસી આવાસમાં મહાનગરપાલિકાની કચરા ગાડીમાં પાંચ મહિનાનું ભૃણ થેલીમાં પેક કરી નાંખવામાં આવતા હોબાળો મચી જતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે ભૃણનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
અડાજણ ટીજીબી સર્કલ વિસ્તારમાં ડીજીવીસીએલ ઓફિસ નજીક આવેલા એસએમસી આવાસમાં રાબેતા મુજબ મહાનગરપાલિકાની કચરા ગાડી કચરો લેવા માટે ગઇ હતી અને રહેવાસીઓ પોતાના ઘરનો એકઠો કરેલો કચરો ગાડીમાં નાંખી રહ્યા હતા. તે દરમ્યાન આવાસના બિલ્ડીંગ નં. 205ના ઘર નં. 19માં રહેતા લતાબેન કિશોર દેવરામ (.. 55) કચરા ગાડીમાં થેલી નાંખી હતી. તે અરસામાં ગાડીના ડ્રાઇવર બિપીન છના રાઠોડની નજર થેલી પર પડી હતી અને શંકા જતા તેમણે થેલી ખોલીને જોતા તેમાં ભૃણ નજરે પડયું હતું. જેથી તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તુરંત અડાજણ પોલીસ દોડી આવી હતી.

(5:40 pm IST)