Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સુરતના વેડરોડની ત્રિલોક સોસાયટીમાં કન્ટેઈનમેન્ટ જોવા હોવા છતાં પણ જવેલરીની શોપ શરૂ રાખનાર ત્રણ જવેલરની ધરપકડ

સુરત: શહેરના વેડરોડની ત્રિલોક સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં હોવા છતાં આજે સવારે પોતાની જવેલરી શોપ ચાલુ રાખનાર ત્રણ જવેલરની ચોકબજાર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોકબજાર પોલીસે આજે સવારે 9.30 વાગ્યાથી 11 વાગ્યાના સમયગાળામાં વેડરોડ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ હોય તપાસ કરી તો ત્યાં ત્રિલોક સોસાયટીમાં લક્ષીત જવેલર્સ, ભાગ્યલક્ષ્મી જવેલર્સ અને ગણેશ જવેલર્સ ખુલ્લી મળી આવી હતી. પોલીસે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં જવેલરી શોપ ચાલુ રાખનાર ત્રણ સોની કમલેશભાઈ રાજુભાઈ માળી ( ..22 ) ( રહે. 48, ત્રિલોક સોસાયટી, વેડરોડ, સુરત ), માણેકચંદ નારાયણલાલજી સોની ( ..62 ) ( રહે. 241, ત્રિલોક સોસાયટી, વેડરોડ, સુરત ) અને સુરેશભાઈ હરિભાઈ શીંદે ( ..40 ) ( રહે. 278, ત્રિલોક સોસાયટી, વેડરોડ, સુરત ) વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:40 pm IST)