Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગાંધીનગર જિલ્લામાં સે-30 સર્કલ નજીક વાહન ચેકીંગ હાથ ધરી પોલીસે કારમાંથી 3 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર : જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સે-ર૧ પોલીસે સે-૩૦ સર્કલ પાસે વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. જે દરમ્યાન પોલીસને જોઈ એક કાર ભાગી હતી અને પોલીસે પીછો કરતાં એક શખ્સ કાર મુકીને ભાગી છુટયો હતો. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂ અને બિયરના બોકસ મળી આવ્યા હતા. પોલીસે કાર સહિત ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  

ગાંધીનગર જિલ્લામાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે ઠેકઠેકાણે વોચ ગોઠવવામાં આવે છે. સમયાંતરે વાહન ચેકીંગની કામગીરી પણ કરાઈ રહી છે ત્યારે સે-ર૧ પોલીસ મથકના પીઆઈ .જે.ચૌહાણની સૂચનાના પગલે પીએસઆઈ એમ.બી.ગજજર અને તેમની ટીમ સે-૩૦ સર્કલ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન ચિલોડા તરફથી જીજે-૦૧-એચએક્સ-૬૭૨૩ નંબરની કાર સર્કલ તરફ આવી રહી હતી. જેથી તેને ઉભી રાખવાનો ઈશારો કરતાં કારના ચાલકે યુટર્ન લઈ કાર ચિલોડા તરફ દોડાવી દીધી હતી

(5:40 pm IST)