Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

નડિયાદના એસ.ટી.સ્ટેન્ડ નજીક બપોરના સુમારે અસ્થિર મગજની મહિલાએ ધમાલ મચાવતા લોકોએ થાંભલા સાથે બાંધી દેતા પોલીસતંત્ર ઘટનાસ્થળે દોડ્યું

નડિયાદ: શહેરમાં  એસ.ટી.સ્ટેન્ડ પાસે બપોરના સમયે એક અસ્થિર મગજની મહિલાએ ધમાલ મચાવી હતી. જેથી લોકોમાં ભયનો મહોલ ફેલાયો હતો. જો કે બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મહિલાને લઇ જવામાં આવી છે. નડિયાદ શહેરના બસસ્ટેન્ડમાં એક મહિલાએ ધમાલ મચાવી હતી. અસ્થિર મગજની મહિલા વાહનો સામે ઉભી રહેતી હતી. વળી સાધનોના કાચ પર પથ્થર મારો કર્યો હતો. જ્યારે બસસ્ટેન્ડમાં આવતી બસોની વચ્ચે ઉભી રહેતી હતી તેમજ વાહન ચાલકોને સાધનો પણ પાડી દીઘા હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. બાદ કેટલાક નાગરિકોએ અસ્થિર મગજની મહિલાને બસસ્ટેન્ડના થાભલા સાથે બાંધી દેવામાં આવી હતી. બાદ નડિયાદ ટાઉન પોલીસ મહિલા કોન્સટેબલ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અને મહિલાને પોલીસવાનમાં બેસાડીને લઇ જવામાં આવી છે. બાદ અસ્થિર મગજની મહિલાની પૂછપરછ કરી તેના ઘરે મૂકી આવવામાં આવી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે

(5:38 pm IST)