Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સુરતમાં અમેરિકાની કંપનીના ડુપ્લીકેટ માસ્ક બનાવી ઓનલાઇન ઓછી કિંમતમાં વેચનાર ત્રણ ભાગીદારો પૈકી બેની ધરપકડ

સુરત:અમેરીકાની માસ્ક ઉત્પાદક કંપની જેવા ડુપ્લીકેટ માસ્ક ઓનલાઇન જાહેરાત મૂકી ઓછી કિંમતમાં વેચતા સુરતના ત્રણ ભાગીદારો પૈકી બે ભાગીદારને કંપની વતી નિરીક્ષણનું કામ કરતા અમદાવાદના યુવાને માસ્કનો ઓર્ડર આપી તેની ડીલીવરી આપવા ઉધના દરવાજા આવ્યા ત્યારે રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમેરીકાની માસ્ક ઉત્પાદક 3 એમ કંપનીના વેચાણનું ગુજરાતમાં નિરીક્ષણનું કામ કરતા અમદાવાદના ભૂષણભાઈ દાણીને 20 દિવસ અગાઉ જાણવા મળ્યું હતું કે ઇન્ડિયા માર્ટ વેબસાઈટ ઉપર ગૌરાંગ અશોકભાઈ ખેની ( રહે.એચ/403, તુલસી રેસિડન્સી, મોટા વરાછા, સુરત ) કેપ્ટસ એન્ટરપ્રાઇઝ પ્રા.લી. અને મે.ઝેરાબાઈટસ ટેક્નોલોજીના નામથી 3 એમ 8210 માસ્ક કંપનીના રૂ.500 ના બજારભાવથી ઓછા ભાવ રૂ.280 માં વેચે છે અને કંપનીના માસ્ક જેવા દેખાતા માસ્ક હલકી ગુણવત્તાના લાગતા ભૂષણભાઈએ ગૌરાંગનો સંપર્ક કરી તેને રીંગરોડ ટેક્ષ્ટાઈલ માર્કેટ પાસે મળી ઓર્ડરની વાત કરી હતી.

(5:37 pm IST)