Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વડોદરા:બે અઠવાડિયા પહેલા મહિલાના ગળામાંથી અછોડો તોડી છુમંતર થયેલ આરોપીઓને પીસીબીએ સીસીટીવીના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા:બે સપ્તાહ પૂર્વે અટલાદરા અક્ષરચોક વિસ્તારમાંથી એક મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગી જનાર આરોપીઓને પીસીબી પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડયા છે

અટલાદરા અક્ષરચોક વિસ્તારમાંથી ગત ૧લી જુલાઇએ એકટીવા લઇને  જતી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક સવાર બે આરોપીઓ ભાગી છુટયા હતા. જે અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી

પીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અને આજે  બપોરે બંન્ને આરોપી () કિશન જશુભાઇ તરબદા અને () અમિત ગંગારામભાઇ સોલંકી (બંન્ને રહે. શિવમનગર ગોત્રી)ને ઝડપી પાડયા હતા. બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે સોનાની  લગડી, બાઇક અને મોબાઇલ ફોન કબજે લીધા છે.

(5:36 pm IST)