Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વડોદરામાં ટ્રાફિક બ્રિગેડના કર્મચારી પર ભૂતપૂર્વ કર્મચારીએ મિત્રની મદદ લઈને લાકડીથી હુમલો કરતા બને આરોપીઓની ધરપકડ

વડોદરા:ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કર્મચારી પર ભૂતપૂર્વ કર્મચારી અને તેના મિત્રએ લાકડીથી હુમલો કરી જાતિ અપમાનિત શબ્દો કીધા હતા. માંજલપુર પોલીસે બંને આરોપીને ઝડપી પાડયા છે. જે પૈકી એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વાઘોડિયા રોડ વ્રજરજ સોસાયટીમાં રહેતા જગદીશ ચીમનભાઈ વસાવા છેલ્લા ૧૦ વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે. ગઈકાલે સવારે સવા અગિયાર વાગ્યે જગદીશ વસાવા માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેનો પોઈન્ટ  ચેક કરીને  જ્યુપીટર ચાર રસ્તા તરફ જતા હતા.

 દરમિયાન પાછળથી બાઈક પર આવેલા બે હુમલાખોરોએ લાકડી વડે માર મારી ગાળો બોલી ભાગી ગયા હતા. જેની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈકનો નંબર મેળવી હુમલાખોરો નિતેશ વિજયકુમાર ભાવસાર (રહેશીવમપાર્ક સોસાયટી, હરણી રોડ) તથા . ગોપાલ વીભાભાઈ ભરવાડ (રહે. મિલનપાર્ટી પ્લોટની બાજુમાં, હરણીરોડ)ને ઝડપી પાડયા હતા.

(5:36 pm IST)