Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વડોદરાની વાઘોડિયા ચોકડીથી શહેરમાં દારૂ ઘુસાડનાર ડ્રાઈવરને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા:હાઇવે વાઘોડિયા ચોકડીથી શહેરમાં ઘુસતી દારૃ ભરેલી કારને પીસીબી પોલીસે ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી છે

એક સફેદ કલરની મારૃતિ કારમાં દારૃ ભર્યો છે અને હાઇવે વાઘોડિયા ચોકડીથી શહેરમાં ઘુસનાર છે તેવી બાતમીના આધારે પીસીબી પોલીસે વાઘોડિયા ચોકડી નજીક વોચ  ગોઠવીને દારૃ ભરેલી કાર પકડી હતી. કારમાંથી વિદેશી દારૃની ૧૧૫ બોટલ કિંમત રૃપિયા ૪૯,૪૫૦ની મળી આવી હતી. જેથી પોલીસે કારના ડ્રાઇવર ધનસીંગ ભલજીભાઇ રાઠવા (રહે. બેજવી ગામ પટેલ ફળિયુ તા. જિ. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે. તેમજ કાર માલિકની શોધખોળ હાથ ધરી છે

(5:35 pm IST)