Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વડોદરાના મકરપુરા જીઆઇડીસીની કંપનીના માલિકને મોડીરાત્રે ફરવા નીકળવું ભારે પડ્યું : જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં મકરપુરા જીઆઈડીસીની કંપનીના માલિક તેમના પરિવાર સાથે  ગત મોડીરાત્રે કારમાં ફરવા નીકળ્યા હતા. યોગ્ય કારણ વિના ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ  કરનાર કંપની માલિક અને તેમના પરિવારની સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કોરોના બિમારીના ફેલાવાને અટકાવવા માટે સરકારે રાત્રે ૧૦ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યું જાહેર કર્યો છે. ગત રાત્રે માંજલપુર પોલીસનો સ્ટાફ વિસ્તારમાં વાહન ચેકીંગ કરતો હતો. રાત્રે સાડા અગિયાર વાગ્યે પોલીસે એક કાર રોકી હતી

 કાર ચાલકને જાહેરનામાની સમજ આપી ઘરની બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવતા તેમની બાજુની સીટ પર બેસેલી મહિલા જોરજોરથી બૂમો પાડવા લાગી હતી કે, તમે અમારી  સામે ગુનો દાખલ કરશો તો હું પણ મારા કપડાં ફાડી નાંખીશ અને પોલીસ સામે ગુનો દાખલ કરાવીશ. જેથી પોલીસ કારને માંજલપુર પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી  અને કારમાં બેઠેલા . નિલેશ મનસુખભાઈ પટેલ  . નિલેખની પત્ની જાગૃતિ . પુત્ર ઋષિ અને  . પુત્રવધૂ મેઘા  (તમામ રહે. સ્પ્રિગવેલી  સોસાયટી અકોટા)ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(5:34 pm IST)