Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વડોદરાના સુભાનપુરામાં અતિ પ્રાચીન વૃક્ષ બચાવવામાં તંત્ર નિષ્ફ્ળ ગયું:આજે વહેલી સવારે ધડાકાભેર વૃક્ષ તૂટી જતા લોકોમાં ભય

વડોદરા: શહેરના સુભાનપુરા ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલા અતિપ્રાચીન અને દુર્લભ એવા 100 વર્ષ જૂના બાઓબાબ વૃક્ષને બચાવવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ ગયું છે અને તેના કારણે આજે વૃક્ષ ગુમાવવાનો વખત આવ્યો છે.

સુભાનપુરાની મહેશ્વરી સોસાયટીમા આવેલા આફ્રિકન બાઓબાબ વૃક્ષને પર્યાવરણવાદીઓ કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખે છે. જવલ્લે જોવા મળતાં વૃક્ષ ની એક ડાળી થોડા સમય પહેલા તૂટી પડી હતી. 7જેથી સ્થાનિક રહીશોએ વૃક્ષને બચાવી લેવા માટે માંગણી કરી હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા પ્રત્યે ધ્યાન નહીં આપતા આખરે આજે વહેલી સવારે ધડાકા ભેર તોતિંગ વૃક્ષ તુટી પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

(5:33 pm IST)