Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અમદાવાદના રામોલમાં પોલીસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલ ટ્રકને અટકાવી 10 પશુઓને કતલખાને લઇ જતા બચાવ્યા

અમદાવાદ: શહેરમાં રામોલ પોલીસે રામોલ ટોલ ટેક્ષ પાસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી ટ્રકને અટકાવી અને તેની તપાસ કરી હતી. જેમાં ટ્રકમાંથી ઘાસચારાની કે પાણીની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક ભરેલા, 10 પશુઓ મળી આવ્યા હતા.

જેમાં 9 ગાય અને એક સાંઢનો સમાવેશ થાય છે. રામોલ પોલીસે કેસમાં ટ્રકચાલક બાબુભાઈ આર રાવળની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)