Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરોના દર્દીઓના ઇન્જેકશનો અનુભવી તબીબો સ્ટાફના અભાવથી લોકો હેરાન : મોતના મુખમાં ધકેલાતા ચિંતા

પાટણ, તા. ૧૪ : પાટણ જીલ્લામાં પ્રર્વતમાન કોરોનાની મહામારી વચ્ચે રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જીલ્લાની મુલાકાતે આવી જીલ્લા કલેકટરો સાથે બેઠકો કરી અને તેની કામગીરીની વિગતો મેળવી હતી. શંકાસ્પદ દર્દીઓને તાત્કાલીક સારવાર મળે. સક્રમણનું પ્રમાણ ઘટાડવા તેમજ મૃત્યુદર ઓછો કરવા સલાહ સૂચનો કરેલ.

પાટણ પ્રાંત સ્વપ્નસીલ ખેર, પોલીસ અને પાલિકા શહેરમાં તેમજ શહેર જોડતા માર્ગો પર સઘન ચેકીંગ કરી માસ્ક ન પહેરનારને દંડ તેમજ ડીસ્ટન્સ જાળવાઇ રહે તેનો કડક અમલ કરાવી રહ્યા છે.

પાટણનો સમગ્ર જીલ્લો કોરોના ના કોપથી થરથરી રહ્યા છે. સમગ્ર જીલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરી બપોરે બે વાગ્યા બાદ બજારો બંધ થઇ જાય છે છતાં પરિસ્થિતિ દિન-પ્રતિદીન કોરોનાનું વિકરાળ સ્વરૂપ સામે આવી રહ્યું છે. કોરોનાનો કાળા કહેરે ૩૦ વધુ લોકોના ભોગ લઇ ચૂકયો છે.

પાટણ ખાતે સઘન ધારપુર સીવિલ હોસ્પિટલ આવેલી છે. ત્યાં પૂરતા સ્ટાફનો અભાવ છે. ફીઝીશીયન ડોકટરોનો અભાવ છે. કોરોનાના દર્દીને કોવિફેેર ઇન્જેકશન મલતા નથી કે સરકાર આપતી નથી જયારે મોતના મુખમાં સપડાયેલ દર્દીને આ રૂ. ૪૦ હજારના ઇન્જેકશની જરૂર પડે છે ત્યારે ગરીબ માણસો પૈસા ના ખર્ચી શકતા મોતના મુખમાં ધકેલાતા હોવાની ગંભીર ફરીયાદ છે.

પાટણ ધારપુર હોસ્પિટલમાં કોરાનામાં વપરાતા કોવિફેર ઇન્જેકશન દવાઓ અને સ્ટાફ ભરવા પ્રજામાંથી માંગ ઉઠી છે.

(4:09 pm IST)