Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રીક્ષા ચાલકો માટે વાદળી એપ્રોન ફરજિયાત

ઓટો રીક્ષાવાળાની અલગ ઓળખ ઉભી કરવા બહિર્વસ્ત્ર ગણવેશ

રાજકોટ, તા. ૧૪ : રાજય સરકારે રાજયમાં મુસાફરોની હેરફેર કરતા ઓટો રીક્ષા ચાલકો માટે એપ્રોનને (બહિર્વસ્ત્ર) યુનિફોર્મ તરીકે ફરજિયાત કરતો હુકમ કર્યો છે. આ અંગે ગઇકાલે વાહન વ્યવહાર વિભાગના નાયબ સચિવ પ્રકાશ મનમુદારની સહીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે રાજયમાં ઓટો રીક્ષા ડ્રાઇવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટરવાહન અધિનિયમ, ૧૯૮૮ તથા ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઇવર્સ માટે અલગથી યુનિફોર્મ નકકી કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. જોહર પરિવાહનના વાહોના ડ્રાઇવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે.

જે અનુસંધાને ઓટો રીક્ષા ડ્રાઇવર્સનો  યુનિફોર્મ નકકી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એસોસીએશન સાથે બેઠક કરવામાં આવેલ. વિવિધ બેઠકોમાં થયેલ ચર્ચા-વિચારણાના આધારે કાળજીપૂર્વકની પુખ્ત વિચારણાને અંતે સરકારે ઓટો રીક્ષા ડ્રાઇવર્સના યુનિફોર્મ સંબંધમાં નીચે મુજબ ઠરાવે છે.

રાજય ઓટો રીક્ષા ડ્રાઇવર માટે તેઓએ પહેરેલ કપડાની ઉપર વાદળી કલરના એપ્રોજનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે.

(3:16 pm IST)