Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કાયદો રાજકારણના કારણે ભલામણથી છોડી દેશે, પરંતુ કોરોના કોઇને નહીં છોડે : જ્ઞાનજીવનદાસ

સુરતમાં બનેલી ઘટના તરફ બોટાદના વડતાલ દેવપક્ષના વડા કુંડળના સ્વામિનો આડકતરો ઇશારો

રાજકોટ, તા. ૧૪ : ''કાયદો આપણને રાજકારણના કારણે ભલામણથી છોડી દેશે, પરંતુ કોરોના કોઇને નહીં છોડે'' તેમ બોટાદના વડતાલ દેવપક્ષના વડા-કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામીએ નિવેદન આપતા ભારે ખળભળાટ મચી ગયો છે.

 સુનિતા યાદવના વિવાદ વિશે આડકતરો ઇશારો કરતા વડતાલ દેવપક્ષના વડા કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામીનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

જ્ઞાનજીવનદાસ સ્વામીએ વધુમાં જણાવ્યું કે ધારાસભ્યના દિકરા, સગાસંબંધીઓ, ધારાસભ્યના દિકરાના મિત્રોને પણ નિયમો લાગુ ન પડે. પોલીસ, ડીએસપી સહિતના છોકરાઓએ બધાએ સામાન્ય પ્રજાજનોને જે રીતે વર્તવુ પડે તે રીતે વર્તવુ પડે આમા ઘણુ વધુ ચાલતું હોય છે.

આવા લોકોના છોકરાઓ નબળાના સંગે ગુંડાગીરીના રવાડે ચડી જતાં હોય છે એનો બહુ મોટો ત્રાસ હોય છે છતાં સમાજે શરમ ભરવી પડે છે.

પરંતુ કોરોના તો કોઇનું રાખતો જ નથી, હવે રૂલ્સ બારા રખડવા નીકળો, ગમે એમ કરો, તો પોલીસ તમારે ઓળખાણ હોય તો ગમે એમ કરીને પકડી લીધા હોય તો પણ જાવા દે પણ કોરોના ન મુકે તેમ જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું હતું.

(2:46 pm IST)