Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

તું મને કીસ કરવા દે નહિતર તારા છોકરાને ધાબા પરથી નીચે ફેંકી દઇશઃ ફોટા પાડયા અને કરવા લાગ્યો દુષ્કર્મ

ભાડુઆત મહિલાને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરનાર મકાન માલિક વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઇ

અમદાવાદ, તા.૧૪: અમરોલી વિસ્તારમાં તું મને કીસ કરવા દે નહિતર તારા છોકરાના ધાબા પરથી નીચે ફેંકી દઇશ એમ કહી જબરજસ્તી કીસ કરી તેના ફોટો વાઇરલ કરવાની ધમકી આપી ભાડુઆત મહિલાને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરનાર મકાન માલિક વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાય છે.

મૂળ ડીસા જિલ્લાની રહેવાસી સંગીતા (નામ બદલ્યું છે) એક વર્ષ અગાઉ રત્નકલાકાર પતિ સાથે અમરોલી વિસ્તારમાં ભાડેથી રહેવા આવી હતી. તે દરમ્યાન મકાન માલિક પરેશ દલપત પટેલ (રહે. ૩૩, આંબાવાડી, જલારામ મંદિરની બાજુમાં, અમરોલી) સંગીતાની એકલતાનો લાભ લઇ રૂમમાં દ્યસી આવ્યો હતો અને તું મને બહુ ગમે છે એમ કહ્યું હતું. પરંતુ સંગીતાએ પરેશને ઉગ્ર શબ્દોમાં ઠપકો આપતો ચાલ્યો ગયો હતો. પરંતુ પંદરેક દિવસ બાદ પરેશ પુનઃ રૂમમાં દ્યસી આવ્યો હતો અને તારો છોકરો ધાબા પર રમે છે, તું મને કીસ કરવા દે નહિંતર તારા છોકરાના નીચે ફેંકી દઇશ એવી ધમકી આપી જબરજસ્તી કીસ કરી લીધી હતી અને તેના ફોટા પણ કલીક કરી લીધા હતા. ત્યાર બાદ પરેશે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી સંગીતા સાથે દુષ્કર્મ કર્યુ હતું.

દુષ્કર્મ કરનાર પરેશે સંગીતાને ધમકી આપી હતી કે તું કોઇને કહેશે તો તારા ફોટા વાઇરલ કરી બદનામ કરી નાંખીશ. જેથી સંગીતા ડરી ગઇ હતી અને પતિને આ અંગેની જાણ કરી ન હતી. પરંતુ ત્યાર બાદ પરેશ સમયાંતરે સંગીતાની એકલતાનો લાભ લઇ બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. જેનાથી કંટાળી સંગીતાએ પતિને સમજાવીને બીજા ઠેકાણે ભાડે રહેવા ચાલી ગઇ હતી. પરંતુ દુષ્કર્મી પરેશ ત્યાં પણ પહોંચી ગયો હતો અને સમયાંતરે કોસાડ આવાસમાં રઝીયબાનુ નામની મહિલાના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો. જેથી સંગીતાએ પતિ સાથે પરત વતન જવાનું નક્કી કરી લીધું હતું પરંતુ તેની જાણ પરેશને થતા તેણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો કરાવ્યો હતો. જેથી સંગીતાએ ઝેરી દવા પી આપદ્યાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાર બાદ સમગ્ર બાબતની જાણ સંગીતાએ પતિને કરતા છેવટે દુષ્કર્મી પરેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(12:49 pm IST)