Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજ્યમંત્રી રમણ પાટકર બાદ તેમના પુત્રને પણ કોરોના પોઝીટીવ

પાટકર પરિવારના બે સભ્યોને પોઝિટિવ આવતા સ્વજનોમાં ચિંતાનું મોજું

 

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે,રાજ્યના વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના 42 વર્ષિય પુત્ર વિજય પાટકરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

હાલ રમણ પાટકર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમંત્રી પાટકર પરિવારના બે સભ્યોને પોઝિટિવ આવતા સ્વજનોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. પરિવારજનોના આરોગ્ય તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(1:11 am IST)