Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વડોદરામાં ટોસિલિઝુમેબનાં ઈન્જેક્શન 35 હજારમાં મળશે :કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનો નિર્ણય

વડોદરા : કોરોના મહામારીના કાળમાં સારવાર માટે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેવામાં બજારમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે. અને ડબલ ભાવમાં ઈન્જેક્શન બ્લેક માર્કેટમાં મળી રહ્યા છે. તેવામાં વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશને એક મોટો નિર્ણય કર્યો છે

કોરાના સારવાર માટે વપરાતાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કિંમત રૂપિયા 40500 છે. પણ વડોદરાના દર્દીને તે 35 હજાર રૂપિયાના ભાવે મળી શકશે. વડોદરાના દર્દીઓના સસ્તા ભાવે આપવાનો નિર્ણય કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના દર્દીને રોગનું સંક્રમણ વધી જતાં તેના શરીરમાં સાયતોકાઈન કેમિકલ વધી જાય છે. આથી દર્દીના ફેફસા અને બીજા અવયવને નુકસાન થાય છે તે અટકાવવા માટે દર્દીને ટોસિલિઝુમેબ નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે.

(1:06 am IST)