Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજપીપળા પાલિકાની સામાન્યસ સભા તોફાની બની : પૂર્વ પ્રમુખ અને મુખ્ય અધિકારી વચ્ચે માથાકૂટ: આખરે વેરામાં વધારો ઝીક્યો

અમુક સભ્યોએ એવા આક્ષેપો કર્યા કે અત્યાર સુધી અમારા કોઈ જ કામો થયા નથી

 

રાજપીપળા: રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવાની કાર્યવાહી સામે ભારે વિરોધ થયો હતો કોરોના મહામારીને લીધે અગાઉ એક વાર બોલાવાયેલી સામાન્ય સભા કેન્શલ રખાઈ હતી. જો કે 13/07/2020 ના રોજ બોલાવાયેલી સામાન્ય સભા શરૂઆતથી તોફાની બની હતી. રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા અને મુખ્ય અધિકારી જયેશ પટેલ વચ્ચે માથાકૂટ થતા મામલો ગરમાયો હતો. સભા દરમિયાન અમુક સભ્યોએ એવા આક્ષેપો કર્યા કે અત્યાર સુધી અમારા કોઈ જ કામો થયા નથી.

કોરોના મહામારીને લીધે ગત 24/6/2020 ના રોજ બોલાવાયેલી રાજપીપળા પાલિકાની ખાસ સામાન્ય સભાનો એજન્ડા રદ કરી એ સભા 13/07/2020 ના રોજ બોલાવી હતી.સભા દરમિયાન જ પ્રમુખ જિગીશાબેન ભટ્ટ સામે પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ વાંધો લઈ જણાવ્યું કે એજન્ડા રદ કરેલી સભા ફરી ન બોલાવી શકાય આ આખી સભા ગેરકાયદેસર છે.મહેશ વસાવા અને પાલિકા પ્રમુખ વચ્ચે ચાલતા આ વિવાદમાં CO જયેશ પટેલે બોલતા પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલ અને પૂર્વ પ્રમુખ મહેશ વસાવા વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો, પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ તો મુખ્ય અધિકારીને ત્યાં સુધી કહી દીધી હતું કે સાહેબ તમને બોર્ડમાં બોલવાનો અધિકાર નથી તમે તો અમારા નોકર છો, મહેશ વસાવાના આ શબ્દો સામે કારીબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે વાંધો લીધો અને જણાવ્યું કે એક અધિકારીને આવું ન બોલાય.અંતે વિવાદ થમ્યો અને સભા આગળ ચાલી હતી.

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું હતું ,નગર સેવકો અંતે નગરની પ્રજાના વિરોધી બની વેરો વધાર્યો છે.ભારતની પહેલી એવી નગરપાલિકા છે જેણે કોરોના મહમારીમાં વેરો વધાર્યો છે.રાજપીપળાની જનતા પાસેથી જે વાંધા અરજી મંગાવી એનો પાલિકા સત્તાધીશોએ મજાક બનાવી દીધો છે, વાંધા અરજીઓ પાલિકામાં ધૂળ ખાઈ રહી છે પણ એને જોવામાં પણ નથી આવી.અગાઉની જેમ વાંધા સાંભળ્યા બાદ નિર્ણય લેવાની પ્રણાલી ભુલાઈ ગઈ છે, ગેરકાયદેસર બોર્ડમાં વાર્ષિક હિસાબો, પ્લાસ્ટિક વસ્તુના વેચાણ પર દંડની જોગવાઈ મુલતવી રખાયું છે, શહેરમાં દુકાનોના ભાડા બાબતે નિર્ણય લેવાયો નથી.કોરોનામાં ભારત સરકારે પ્રજાને રાહત આપવાનું જ્યારે રાજપીપળા નગર પાલિકાએ પ્રજાને દંડ આપવાનું પ્રજા વિરોધી કામ કર્યું છે.

રાજપીપળા પાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટે જણાવ્યું કે,કર્મચારીઓના પગારમાં તકલીફ પડતી હતી એટલે આંશિક વેરો વધાર્યો છે અને એમાં મોટે ભાગના સભ્યોની સંમતિ છે.રાજપીપળા પાલિકાએ વાર્ષિક 1.50 રૂપિયા વેરો વધાર્યો છે.જેમાં સૂચિત વેરો 750, સ્ટ્રીટ લાઈટ વેરો 150, સફાઈ વેરો સફાઈ કરે માટે 100 અને ઘર દીઠ ઉઘરાવે એનો 150 અને પાણીનો વાર્ષિક વેરો 150 કરાયો છે.રાજપીપળાની જનતાને માથે બોઝ પડે માટે આંશિક વેરો વધાર્યો છે.

રાજપીપળા પાલિકાના અપક્ષ મહેશ કાછીયા અને કોંગ્રેસ-ભાજપના કુલ 15 સભ્યોએ વેરા વધારવામાં મંજૂરી આપી જ્યારે મહેશ વસાવા, ડો.કમલભાઇ ચોહાણ, સલીમભાઈસોલંકી, સુરેશભાઈ.એમ.વસાવા,કવિતાબેન એસ માછી, ઈલમુદ્દીન બક્ષી એ વેરા વધારાનો વિરોધ કર્યો હતો.તો બીજી બાજુ ભાજપના સંદીપભાઇ દસાંદી, સપનાબેન વસાવા અને કોંગ્રેસના મુંતઝિરખાન શેખ સભામાં ગેરહાજર રહ્યા હતા.

 

(12:00 am IST)
  • હાઇકોર્ટમાં અર્જન્ટ મેટરની થશે સુનાવણી:15 થી 17તારીખ એમ ત્રણ દિવસ માટે અરજન્ટ મેટરની કરશે સુનાવણી :હાઇકોર્ટમાં કોરોનાના 17 કેસ આવતા સુનાવણી કરાઇ હતી બંધ: વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અરજન્ટ મેટરની થશે સુનાવણી :અરજન્ટ મેટરની અગત્યતા ચીફ જસ્ટિસ નક્કી કરશે access_time 8:38 pm IST

  • વડોદરા ભાજપ નેતાનું કોરોનાથી મૃત્યું : વડોદરા ભાજપના નેતા યોગેન્દ્ર પટેલ (ઉ.વ.૬૫)નું કોરોના મહામારીમાં મૃત્યું access_time 3:58 pm IST

  • નિઝામુદીન મરકજ મામલો : 150 ઈન્ડોનેશિયન નાગરિકોના જામીન મંજુર : કોવિદ -19 મહામારી વચ્ચે વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ : જૂન માસમાં 36 દેશોના 956 નાગરિકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે : જે પૈકી અત્યાર સુધીમાં 35 દેશોના 682 નાગરિકોના જામીન મંજુર કરાયા access_time 8:25 pm IST