Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

લક્ષણો વિનાનો કોરોના ફેફસાંને ડેમેજ કરી શકે

અંડરલાઈંગ ટિશ્યૂમાં સોજો પણ દેખાયો છે : લક્ષણો વિનાના કોરોના વાયરસના દર્દીમાં અંડરલાઈંગ ઓર્ગન ડેમેજનો ખતરો વધી શકે છે : રિપોર્ટમાં દાવો

અમદાવાદ, તા. ૧૩ : કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હવે તેને રોકવા માટે કરાયેલા તમામ પ્રયાસો નિષ્ફળ થતાં દેખાઈ રહ્યા છે. કોરોના વાયરસ પર ચાલી રહેલા રિસર્ચ બાદ સતત એવા તથ્યો સામે આવી રહ્યા છે જે લોકોની ચિંતા વધારવા સાથે ડોક્ટરો માટે પણ એક મોટો પડકાર બન્યા છે. વચ્ચે લક્ષણો વિનાના કોરોના વાયરસને લઈને એક નવી વાત સામે આવી છે. કહેવાઈ રહ્યું છે કે જે દર્દીઓમાં કોઈ પ્રકારના લક્ષણો નથી દેખાઈ રહ્યા, કોરોના વાયરસ તેમના ફેફસાંને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ચીનના વુહાન શહેરમાં એક સ્ટડી દરમિયાન જોવાયું કે, લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓના ફેફસામાં કેવા પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે. ફેરફાર ફેફસામાં થનારા ડેમેજની આશંકા વધારે છે,

             જે ચિંતાનો વિષય છે. એક રિસર્ચ દરમિયાન જ્યારે લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓનો સિટી સ્કેન કરાયો. સિટી સ્કેન બાદ જોવા પર ગંભીર લક્ષણોવાળા કોરોના વાયરસના દર્દીઓની તુલનામાં લક્ષણો વિનાના કોરોના વાયરસના કેટલાક દર્દીઓના ફેફસાંને નુકસાન પહોંચી  રહ્યું હતું. બાદ એવી આશંકા દર્શાવાઈ રહી છે કે લક્ષણો વિનાના કોરોના વાયરસના દર્દીઓમાં અંડરલાઈંગ ઓર્ગન ડેમેજનો ખતરો વધી શકે છે. જોકે વૈજ્ઞાનિકોએ અંડરલાઈંગ ટિશ્યૂમાં ખાસ પ્રકારનો સોજો પણ જોયો છે જે કોવિડ-૧૯ ઉપરાંત અન્ય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાના કારણે પણ થઈ શકે છે.

           ઉલ્લેખનીય છે કે પહેલા પણ આવી કેટલીક રિપોર્ટ સામે આવી ચૂકી છે, જેમાં દાવો કરાયો હતો કે લક્ષણો વિનાના કોરોના વાયરસના દર્દીઓની સંક્રમણ ફેલાવવામાં કોઈ ખાસ ભૂમિકા નથી હોતી. તેનાથી સંક્રમણ ફેલાવવાની ટકાવારી ઘણી ઓછી થઈ જાય છે. જોકે કેટલાક વૈજ્ઞાનિકોએ એમ પણ દાવો કર્યો છે કે લક્ષણો વિનાના કોરોનાનાદર્દીઓને સ્વાસ્થ્યનું જોખમ ઓછું હોય છે, પરંતુ તેના પર નવી રિસર્ચે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. હાલમાં વિશે હજુ વિસ્તૃત અધ્યયન કરવાની જરૂર છે.

(9:51 pm IST)