Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

કડીના આદુંદ્રા નજીક નર્મદા મુખ્ય કેનાલ પાસેથી મૃત બાળકી શંકાસ્પદ હાલતમાં મળતા ચકચાર

મહેસાણા DYSP સહિત DIG નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ

મહેસાણાના કડી તાલુકાના આદુંદ્રા નજીક નર્મદા મુખ્ય કેનાલ પાસેથી એક મૃત બાળકી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ બાળકીના લાશ જોતા કેટલાંક લોકોએ પોલિસને જાણ કરી હતી.

 ઘટનાની જાણ થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. હાલ છોકરીનું નામ અને માતા પિતા વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી. મહેસાણા DYSP સહિત DIG નો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસની કાર્યવાહી તેજ કરાવી છે. હાલ પોલિસે તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)