Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા સંપન્ન : નગરચર્યા બાદ નિજ મંદિર પરત

નીજ મંદિરે રોશની અને કલરફુલ લાઈટોને કારણે આકર્ષક દ્રશ્યો : ભગવાન બહેન તથા ભાઈ સાથે નીજ મંદીરે પરત ફર્યા : ભક્તિમય માહોલમાં સ્વાગત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળેલી 141મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. મહાનગરમાં મ્હાલીને માધવ નીજ મંદિર પરત ફર્યાં. ભગવાનના ત્રણેય રથ રાત્રે 8.15 વાગ્યે નીજ મંદિર પહોંચી ગયા. રથ મંદિરમાં પહોંચ્યા બાદની વિધી કરવામાં આવી હતી

ભગવાન જગન્નાથનો રથ નીજ મંદીરે પરત ફર્યો છે. મોટી સંખ્યામાં નીજ મંદીરે ભગવાનનું અનેક ભક્તોએ સ્વાગત કર્યું છે. વાજતે-ગાજતે રથયાત્રા નીજ મંદીરે પરત ફરતાં મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાઇ ગયો. નિજ મંદિરે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે રથનું સ્વાગત કર્યું.

નીજ મંદિરે રોશની અને કલરફુલ લાઈટોને કારણે આકર્ષક દ્રશ્યો પણ સર્જાઇ ગયાં. નગરચર્યા બાદ ભગવાન બહેન તથા ભાઈ સાથે નીજ મંદીરે પરત ફર્યા છે. 18 કિ.મી.ની યાત્રા બાદ ભગવાન મંદિરે પરત પધાર્યાં. જેમાં મંદિરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરાયું.

(9:20 pm IST)