Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વાલીયા પંથકમાં જળબંબાકાર:વધુ અઢી ઈંચ ખાબક્યો: કિમ અને ટોકરી નદીના જળ સ્તરમાં વધારો :કાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના

વાલિયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે.શનિવારના રોજ પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યેથી ધમાકેદાર વરસાદની બેટિંગ શરુ થઇ હતી. જેને પગલે જોત જોતામાં સમગ્ર તાલુકામાં સામેલધાર વરસાદ ખાબક્યો હતો. પાંચ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જયારે કિમ નદી અને ટોકરી નદીના જળ સ્તરમાં વધારો નોંધાતા કિનારાવાળા ગામોને સતર્ક રહેવાની તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.

(8:33 pm IST)