Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કલોલના શેરીસામાં ગેંગરેપની ઘટનામાં બે આરોપીએ ગુનાહની કબૂલાત કરી

કલોલ:શેરીસામાં બનેલી ગેંગ રેપની ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચાર પૈકી એક આરોપી સગીર છે. બાઈકપર આવેલા પાંચ શખ્સોમાં ત્રણ જણાંએ સગીરા સાથે બળજબરીનો પ્રયાસ કરતાં અન્ય બે યુવકોએ સગીરાને બચાવવાનો પ્રયાસ કરતા આ ત્રણેય શખ્સોએ બંને યુવકોને ગાળો ભાંડી ભગાડી મુકયા હતા.
ત્યારબાદ ત્રણ પૈકી બે શખ્સોએ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સ્થળ પરથી ભગાડી મુકાયેલા બે શખ્સોએ પોલીસને જાણ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી.
ગાંધીનગર જિલ્લાના એક ગામમાં રહેતી સગીરા મુળ કરસરનપુરાનો અને હાલ ગાંધીનગર સે-૧પ ખાતે રહેતો વિપુલ સેંધાજી ઠાકોરના પરિચયમાં આવતાં સગીરાને લલચાવી ફોસલાવી ૧૧ જુલાઈની સાંજે તેના ઘર આગળથી બાઈક ઉપર બેસાડી સઈજના ખેતરમાં લઈ જઈ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ શેરીસા કેનાલ ખાતે બાઈક ઉભુ કરી મારે કામ છે તેમ કહી સગીરાને તરછોડી વિપુલ જતો રહયો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

(5:26 pm IST)