Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મોડાસાના સાકરિયામાં કુંવારી ગર્ભવતી યુવતીને ગર્ભપાત કરાવનાર ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ

અરવલ્લી: જિલ્લાના મોડાસ તાલુકાના સાકરીયા ગામે તબીબની ડીગ્રી ધરાવતા નહીં હોવા છતાં ઊંટ વૈદુ કરતા એક શખ્સે એક કુંવારી ગર્ભવતી કન્યાનો ગર્ભપાત કરવા જતા તેના નિપજેલા મોતની ઘટનાને છૂપાવીને પૂરાવાનો નાશ કર્યો હોવાના આક્ષેપો કરતી એક ફરિયાદ ગઇકાલે ઇશરી પોલીસ મથકમાં નોંધાઈ છે.
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વીંછીવાડા તાલુકાના મેડવ ગામના રહીશ મુકેશભાઈ પ્રવીણભાઈ ગામેતીએ ગઇકાલે ઇશરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે (૧) જગદીશ અમરાભાઈ નરાત તથા (૨) મોડાસા તાલુકાના સાકરીયા ગામના ઉઘાડપગા તબીબ ડૉ. રાકેશ પ્રભુદાસ પટેલના વિરૃધ્ધ ઇ.પી.કો. કલમ ૩૦૪, ૨૦૧ તથા ૧૨૦ (બી) હેઠળ ગુનો દાખલ કરને આરોપી જગદીશ અમરાભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, અર્પિતા નાની વીસ વર્ષિય કુંવારી યુવતીને ગર્ભપાત કરતાં તેનું મોત નિપજવાની ઘટન ગત મે મહિના દરમ્યાન બની હતી. જેમાં અર્પિતા તથા તેના નવજાત શિશુના મોત નિપજ્યા હતા. આ ઘટના છૂપાવીને વ્યયસ્થિત કાવતરું ઘડીને પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.

(5:21 pm IST)