Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

આણંદના ગ્રીડ રોડ પર મેળાના આયોજનમાં સ્થળ પર વીજ વાયર લટકતા લોકોના જીવને જોખમ

આણંદ: પંથકમાં ગ્રીડ રોડ પર એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સ્થળ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પરથી વીજ વાયરોની મોટી લાઈન પસાર થાય છે. પ્રજાજનોના માથે આટલી મોટી ખાત હોવા છતા તંત્ર દ્વારા કેવી રીતે આ મેળાને પરમીશન અપાઈ તે વાતે નગરજનોમાં ભારે રસહ્ય સર્જ્યું છે.
આણંદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસેથી ગ્રીડ થી વિદ્યાનગર જવાના નવા બનેલા રોડ પર એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળાના આયોજનમાં આણંદ અને આસપાસના ગામોના લોકો સાંજ પડે જતા હોય છે. હજારોની સંખ્યામાં આવતા આ પ્રજાજનો જીવના જોખમે  મોજ શોખ કરી રહ્યા હોવાની વાત નગરજનોમાં ચર્ચાઈ હતી.

(5:19 pm IST)