Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

નડિયાદ ડીવીજન સ્કવોર્ડે વડતાલમાંથી 36 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી

નડિયાદ: ડિવીઝન સ્ક્વોર્ડને મળેલી માહિતીના આધારે વડતાલમાં આવેલ શ્રીજી પોળમાં રહેતા એક ઈસમને ત્યાં દરોડો પાડી વિદેશી દારૂની ૭૨ બોટલો કિંમત રૂ.૩૬,૦૦૦ ની જપ્ત કરી બુટલેગરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે. 
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ ડિવીઝન સ્ક્વોર્ડને એવી માહિતી મળી હતી કે વડતાલ શ્રીજી પોળમા રહેતા જગદીશભાઈ ઉર્ફે લાલો સોમાભાઈ પરમાર પોતાના ઘરે વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જેથી તેમણે વડતાલ આઉટ પોલીસને સાથે રાખી વડતાલ શ્રીજી પોળમાં જગદીશભાઈના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જગદીશભાઈના ઘરેથી મેકડોવેલ્સ નં ૧ સુપીરીયર વ્હીસ્કી તથા રોયલ ચેલેન્જ ક્લાસીક વ્હીસ્કી દારૂની બોટલ કુલ નં ૭૨ રૂ.૩૬,૦૦૦ ની મળી આવી હતી. પોલીસે આ દારૂ સાથે જગદીશભાઈને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 
 

(5:16 pm IST)