Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અષાઢી બીજનું મુર્હૂત સાચવતા મેઘરાજાઃ ૧૫૭ તાલુકાઓમાં મેઘમહેર

પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૪ ઇંચ-ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૨૯૦ ફુટે પહોંચી

વાપી તા. ૧૪: રાજયમાં મેઘરાજાએ અષાઢી બીજનું મુર્હૂત સાચવતા હોય તેમ મેઘ વરસાવતા રાજયના ૩૦ જિલ્લાના ૧૫૭ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘમહેર થઇ છે.

જો કે મેઘરાજાએ જાણે હવે પોતાનો મુકામ સોૈરાષ્ટ્ર તરફ કર્યો હોવાનું જણાય છે. રાજયના પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ૪ ઇંચ સુધીનો તો ઉતર ગુજરાતમાં ઝરમર ઝાપટા સાથે માત્ર રઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી છોડાતા પાણીને પગલે આપણા ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે. આજે સવારે ૮ કલાકે આ સપાટી વધીને ૨૮૯-૯૦ ફુટે પહોંચી છે. ડેમમાં ૪૫,૨૩૨ કયુસેક પાણીનો  ઇનફલો છે. જેને પગલે કોઝવેની જળસપાટી આજે સવારે ૬.પપ મીટરે પહોંચી છે.

ફલડ્ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામાં...

સોૈપ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૧૯ મી.મી., ભરૂચ ૨૫ મી.મી., ઝઘડિયા રર મી.મી., નેત્રંગ ૧૮ મી.મી., અને વાલિયા ૧૫ મી.મી., વરસાદ નોંધાયેલ છે. નર્મદા જિલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૧૨ મી.મી. અને ગરૂડેશ્વર તથા નાંદોદ ૧૦-૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

સુરત જિલ્લાના તાલુકાઓમાં બારડોલી ૪૦ મી.મી., ચોેર્યાસી ૨૪ મી.મી., કામરેજ ૧૭ મી.મી., મહુવા ૪૧ મી.મી., માંડવી ૧૯ મી.મી., માંગરોળ ૬૦ મી.મી., પલસાણા ૨૫ મી.મી., સુરત સીટી ૨૮ મી.મી. અને ઉમરપાડા ૨૧ મી.મી. તો તાપી જિલ્લાના તાલકાઓમાં વાલોળ ૨૧ મી.મી., અને ડોલવડા ૩૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી ૪૪ મી.મી., ગણદેવી ૫૪ મી.મી., જલાલપોર ૯૦ મી.મી., ખરેગામ ૪૭ મી.મી., વાસંદા ૨૨ મી.મી. અને નવસારી ૧૦૨ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૪૨ મી.મી., કપરાડા ૯૦ મી.મી., પારડી ૫૩ મી.મી., ઉમરગામ ૬૩ મી.મી., વલસાડ ૩૪ મી.મી.અને વાપી ૪૨ મી.મી. તો ડાંગ જિલ્લાના તાલુકાઓમાં આહવા ૧૯ મી.મી., સુબીર ૨૩ મી.મી. અને વધઇ ૬૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં આણંદ જિલ્લાના તાલુકાઓમાં આંકલાવ ૧૫ મી.મી. તો વડોદરા જિલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૨૮ મી.મી., પાદરા ૧૨ મી.મી. અને વડોદરા ૨૧ મી.મી. તો છોટા ઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં બોડેલી ૧૩ મી.મી., જેતપુર પાવી અને સંખેડા ૪૧-૪૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં ધોધમ્બા ૧૮ મી.મી., જાંબુઘોડા ૨૦ મી.મી., કલોલ ૩૪ મી.મી. તો મહીસાગર જિલ્લાના તાલુકાઓમાં કડાણા ૨૪ મી.મી., ખાનપુર ૧૭ મી.મી., સંતરામપુર ૧૮ મી.મી., વીરપુર ૧૦ મી.મી. તો દાહોદ જિલ્લાના તાલુકાઓમાં ફતેપુર ૧૦૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે. ઉ.ગુજરાત વિસ્તારને તો અહી સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં ઇડર ૨૩ મી.મી., પ્રાંતિજ ૨૮ મી.મી. તો અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં ભીલોડા ૩૦ મી.મી., ધનસુરા ૪૬ મી.મી., માલપુર ૧૩ મી.મી., મેઘરજ ૭૨ મી.મી. અને મોડાસા ૨૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જયારે કચ્છમાં યથાવત રીતે નીલ રહેવા પામ્યો છે.

(3:53 pm IST)