Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

દારૂના નશામાં બે સગાભાઇઓ કુવામાં પડ્યા :નાનાભાઈનું મોત

શામળાજીના અણસોલના બંને ભાઈઓએ કુવા પાસે બેસીને પીધો ;કાબુ ગુમાવતા કુવામાં ખાબક્યા

શામળાજીના બે સગા ભાઇઓ રાજસ્થાનના રતનપુરમાં દારૂના નશામાં કૂવામાં પડ્યાં હતાં. કુવામાં પડતા નાનાભાઇનું મોત નીપજ્યું છે

    જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાનના રતનપુરમાં બે સગા ભાઇઓ એક કૂવામાં પડ્યાં હતા. આ સગાભાઇઓ શામળાજીના અણસોલના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બંન્ને ભાઇઓ દારૂના નશામાં પોતાની જાત પરથી કાબુ ગુમાવતાં કૂવામાં પડ્યાં હતાં. તેઓ કૂવા પાસે બેસીને દારૂ પી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

આ ગોઝારી ઘટનામાં નાના ભાઈનું મૃત્યું નીપજ્યું છે. હાલ તેના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે બીજા મોટા ભાઇને થોડી સારવાર આપવામાં આવી હતી.

 

(1:15 pm IST)