Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જગતના નાથ નગરના ભ્રમણ પર : શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

પુરી બાદ સૌથી મોટી અમદાવાદ રથયાત્રામાં લાખો જોડાયા : વિવિધ રૂટ ઉપર ભગવાના સ્વાગત અને દર્શન માટે ઉત્સાહિત દેખાયા :૧૯ ગજરાજ, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા અને ૧૮ ભજનમંડળીઓએ ધ્યાન ખેેચ્યુ

અમદાવાદ, તા.૧૪ : દેશમાં પુરી બાદ બીજી સૌથી મોટી અને મહત્વપર્ણ ગણાતી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા આજે સવારે નિકળી હતી. જગતના નાથ  જગન્નાથ પોતે બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે સવારે સાત વાગે નગર ભ્રમણ પર નિકળ્યા હતા. હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત રથયાત્રા નિકળી છે. આ વખતે કેટલીક બાબત પ્રથમ વખત જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ ૧૩ કલાક માટે નગર પરિભ્રમણ પર નિકળ્યા બાદ જુદા જુદા રૂટ પર તેમના સ્વાગત અને દર્શન માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરતા નજરે પડ્યા હતા. ભારે ઉત્સાહ દેખાયો હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે તમામ જગ્યાએ ભારે ઉત્સાહિત દેખાયા હતા. શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રયયાત્રા  આજે સવારે જગન્નાથ મંદિરથી શરૂ થઇ હતી.  આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપી રહ્યા છે.  આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો  મંગાવવામાં આવ્યા હતા. આજે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતી યોજાઇ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા. જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન  કરાવ્યુ હતુ. આની સાથે જ ભગવાનની યાત્રા શરૂ થઇ હતી.  રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતના નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે.  ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.  સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા નજરે પડ્યા હતા. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પહોંચી ગયા હતા. આજે  વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાયા હતા. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરવામાં આવ્યા હતા. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થયો હતો. વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાયો હતો. જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરવામાં આવનાર છે. રથયાત્રા નિકળ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને ભગવાનનુ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ હતુ.  આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપી રહ્યા છે.  જેમાં ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીજી મહારાજ, જગદ્ગુરુ રામાનંદાચાર્ય એવા હંસદેવાચાર્યજી મહારાજ અને જૂનાગઢના હીરીગીરીજી મહારાજ સહિતના દિગ્ગજ સંતો પધારી ચુક્યા છે.  સાથે સાથે કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપવા માટે પહોંચી ગયા છે.  ભગવાન જગન્નાથના મંદિર જમાલપુર ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદ માટે મગ અને અન્ય ચીજવસ્તુઓને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.  પ્રસાદ તૈયાર કરવાની પ્રક્રિયા ગઇકાલે પૂર્ણ કરી લેવામાં આવી હતી.  પોલીસ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જગન્નાથની પ્રતિષ્ઠા સાંજે કરવામાં આવ્યા બાદ રથયાત્રાને લઇને ઉત્સાહ વધી ગયો હતો. શહેરના જુદા જુદા માર્ગો ઉપરથી રથયાત્રા પસાર થઇ રહી છે જેમાં સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. રથયાત્રા રૂટ ઉપર સુરક્ષા જવાનો પણ ગોઠવાઈ ગયા હતા.  કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા તથા રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પસાર કરવા તંત્રએ કમરકસી લીધી હતી. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ  હજારોની સંખ્યામાં પોલીસ જવાનો મોરચા સંભાળી ચુક્યા છે. સમગ્ર યાત્રા દરમિયાન સીસીટીવી, નેત્ર અને કન્ટ્રોલરૂમ મારફતે આખી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા સાવચેતીના તમામ પગલા લેવાયા છે. રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા ,આસ્ટોડીયા ચકલા, મદન ગોપાલની હવેલીથી, રાયપુર ચકલા, ખાડિયા ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલથી કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે. સરસપુરમાં વિરામ બાદ કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, માણેકચોક થઈને ગોળ લીમડા, ખમાસા થઈને નીજ મંદિરે પાછી ફરશે. નિજમંદિર પરત ફર્યા બાદ જ તંત્રને રાહત થશે.રથયાત્રામાં હાથી, ટ્રકો, જુદા જુદા શણગારેલા રથ હશે જેના મારફતે લોકોને જુદા જુદા વિસ્તારોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.  તમામ માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે એકત્રિત થયા હતા. માહોલ જગન્નાથમય રહ્યો હતો.

ખાસ આકર્ષણ શુ રહ્યુ

જુદા જુદા પ્રસાદનુ વિતરણ કરાયુ

         અમદાવાદ, તા.૧૪ : દેશમાં પુરી બાદ બીજી સૌથી મોટી અને મહત્વપર્ણ ગણાતી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા આજે સવારે નિકળી હતી. જગતના નાથ  જગન્નાથ પોતે બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે સવારે સાત વાગે નગર ભ્રમણ પર નિકળ્યા હતા. હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત રથયાત્રા નિકળી છે. આ વખતે કેટલીક બાબત પ્રથમ વખત જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ ૧૩ કલાક માટે નગર પરિભ્રમણ પર નિકળ્યા બાદ જુદા જુદા રૂટ પર તેમના સ્વાગત અને દર્શન માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરતા નજરે પડ્યા હતા.રથયાત્રાનુ મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.

શણગારેલા ગજરાજ.......................................... ૧૯

અખાડાઓ......................................................... ૩૦

ભજન મંડળીઓ................................................ ૧૮

બેન્ડબાજા......................................................... ૦૩

સંસ્કૃતિની ઝાંકી કરાવતી ટ્રક............................ ૧૦૧

મગનો પ્રસાદ................................... ૩૦,૦૦૦ કિલો

જાંબુ પ્રસાદ............................................ ૫૦૦ કિલો

કેરી પ્રસાદ............................................. ૩૦૦ કિલો

કાકડી પ્રસાદ.......................................... ૪૦૦ કિલો

મંગળા આરતી થઇ........................ સવારે ચાર વાગે

પહિંદવિધિ થઇ............................. સવારે સાત વાગે

યાત્રા ક્યાં કેટલા વાગે

૮.૩૦ વાગે નિજમંદિરમાં પરત

         અમદાવાદ, તા. ૧૪ : ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા આજે સવારે શરૂ થઇ હતી. નિર્ધારિત કાર્યક્રમ મુજબ રથયાત્રા ક્યાં કેટલા વનાગે પહોંચી રહી છે તે નીચે મુજબ છે.

*      જગન્નાથ મંદિર,જમાલપુરથી સવારે ૭-૦૦ વાગ્યે રથયાત્રાનો શુભારંભ થયો

*      ૯-૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન

*      ૯-૪૫ વાગ્યે રાયપુર ચકલા

*      ૧૦-૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા

*      ૧૧-૧૫ કાલુપુર સર્કલ

*      ૧૨-૦૦ સરસપુર

*      ૧-૩૦ સરસપુરથી રથયાત્રા પરત ફરશે

*      ૨-૦૦ વાગ્યે કાલુપુર સર્કલ

*      ૨-૩૦ પ્રેમદરવાજા

*      ૩-૧૫એ દિલ્હી ચકલા,

*      ૩-૪૫ શાહપુર દરવાજા

*      ૪-૩૦ આર.સી.હાઇસ્કૂલ

*      ૫-૦૦ વાગ્યે ઘીકાંટા

*      ૫-૪૫ પાનકોરનાકા

*      ૬-૩૦ માણેકચોક

*      ૮-૩૦એ નિજમંદિરે પરત ફરશે

મગ-જાંબુના પ્રસાદ માટે શ્રધ્ધાળુઓ પડાપડી કરી

રથયાત્રામાં ઉપર્ણા પ્રસાદના સ્વરૂપે અપાયા : આજે ભગવાનની મૂર્તિઓનું મૂર્તિમાં પુનઃસ્થાપન કરાશે

અમદાવાદ,તા. ૧૪ : રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા લાખોની સંખ્યામાં ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે.  રથયાત્રાના રૂટમાં માર્ગો પર શ્રધ્ધાળુ ભકતોએ મગ-જાંબુના પ્રસાદ માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે.  ખાસ કરીને મહિલા-બાળકો અને યંગસ્ટર્સે પ્રસાદ લેવા માટે ધક્કામુક્કી અને પડાપડી કરતા નજરે પડ્યા હતા.  ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય રથયાત્રા દરમ્યાન ભાવિક ભકતોને લાખોની સંખ્યામાં કેસરી કલરના ઉપરણાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી રહ્યા છે.  રથયાત્રામાં ભગવાનને નેત્રોત્સવ વિધિ વખતે જે કેસર કલરના પાટા(ઉપર્ણા) બાંધવામાં આવે છે, તે પાટા રથયાત્રાના દિવસે ખોલ્યા બાદ આ ઉપર્ણા તેમના શ્રધ્ધાળુ ભકતોને પ્રસાદીરૂપે વહેંચવાની પરંપરા છે. રથયાત્રામાં કેસરી કલરના ઉપર્ણાનું અનેરૂ મહાત્મ્ય છે અને વર્ષોથી તે રથયાત્રાની આગવી ઓળખ આપે છે. મહંત દિલીપદાસજી મહારાજે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોને ભકિતરસના પ્રતિક સમા કેસરિયા ઉપર્ણા પહેરાવ્યા હતા. તો, ભકતો પણ ગળામાં અને માથે કેસરી ઉપર્ણા પહેરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ નગરની પરિક્રમા કરી રહ્યા છે.

રથયાત્રાના જુદા જુદા રૂટ પર પહેલાથી જ તમામ તૈયારી રથયાત્રાને લઇને કરી લેવામાં આવી હતી. રથયાત્રાના તમામ રૂટ પર પહેલાથી જ ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ગોઠવાઇ ગયા હતા અને એક ઝલક ભગવનાની મેળવી લેવા માટે ઉત્સુક દેખાયા હતા. આવી સ્થિતીમાં સુરક્ષા વ્યવસ્થા પણ ખુબ મજબુત રાખવામાં આવી હતી.

(12:38 pm IST)