Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સુરતમાં હજુ નવા રસ્તાઓ બન્યાના 4 માસમાં જ ધોવાણ થઇ ગયું: પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી

ચોમાસા પહેલા એટલેકે હજુ ચારેક માસ પહેલા જ બનેલા સુરતના રસ્તાઓ ઉપર પહેલો વરસાદ થતા જ મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ગયા   છે.    વરાછા, કાપોદ્રા, સરથાણા, સીમાડા, નાના વરાછા, પુણા, મોટા વરાછા, ઉત્રાણ, અમરોલી, કતારગામ, વેડરોડ વગેરે વિસ્તારના લગભગ બધા જ રસ્તાઓનુ ધોવાણ થઇ ગયુ છે. થોડા થોડા અંતરે રસ્તા વચ્ચે ગાબડાં પડી ગયા છે. આમાંના મોટાભાગના રસ્તાઓ ચોમાસા પહેલાં બન્યા હતા. ઉનાળામાં થયેલા પીવાના પાણીની લાઇનોના કામો, ગટરલાઇન, વરસાદી પાણી નિકાલ વગેરે માટે થયેલા ખોદકામ બાદ પુરાણમાં બેદરકારીને લીધે યોગીચોક મહાલક્ષ્મીથી દેવીદર્શન તરફ જતો રસ્તો લગભગ અડધો કિમી સુધી અંતરમાં બેસી ગયો હતો.

(12:16 pm IST)