Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

નર્મદા ડેમની સપાટી ૧૧૦.૧પ મીટરે પહોંચી, દર સેકન્ડે ૧૭૦૦૦ ઘનફુટ પાણીની આવક

રાજકોટ, તા. ૧૪ : નર્મદા યોજના આધારિત કેવડિયા કોલોની ખાતેના નર્મદા ડેમની સપાટી આજે વધીને ૧૧૦.૧પ મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ડેમમાં દર સેકન્ડે ૧૭ હજાર ઘનફુટ પાણીની આવક ચાલુ છે. ચોમાસાના પ્રારંભ પછી આટલી ઉંચી સપાટી વખત ગઇ છે. જળસપાટી ૧૧૦.૬૦ મીટરે પહોંચ્યા પછી વિદ્યુત ઉત્પન્ન કરી શકાશે. ડેમની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. છેલ્લા ૩ દિવસમાં ત્રણ ફુટ જેટલુ જવું પાણી આવ્યું છે.(૮.૧પ)

(3:56 pm IST)