Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ધરમપુરમાં ઝડપાયુ ડુપ્લીકેટ નોટનું કૌભાંડ: મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાનો ચાલતો હતો કારોબાર: વલસાડ SOGએ ચાર શખ્સોને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ SOGએ જિલ્લાના ધરમપુરના સમડી ચોકમાંથી જાલીનોટ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર શખ્સો પાસેથી રૂપિયા 500ના દરની 148 જાલીનોટ કબજે કરવામા આવી છે. પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં આ નોટ છાપવામા આવી હોવાનું અને ગુજરાતમાં વટાવવામા આવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હાલ ચારેય આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.SOGની ટીમને મળેલી એક બાતમીના આધારે ધરમપુરના સમડી ચોક વિસ્તારમાંથી જૂની કેરી માર્કેટના કમ્પાઉન્ડમાંથી રૂ.500ના દરની 60 ચલણી નોટ સાથે SOGની ટીમે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGના PI વી બી બારડ અને LCB PI જે એન ગૌસ્વામીએ કરેલી પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય 3 ઇસમોના નામ ખૂલતા ત્રણેયને 88 નકલી નોટ સાથે ઝડપી પાડયા હતા. વધુ તપાસ કરતા નકલીનોટ છાપવાનું કામ મહારાષ્ટ્રથી સંચાલન થઈ રહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.વલસાડ SOGના હે.કો. સયદ વાઢુને મળેલી બાતમીના આધારે ધરમપુર સમડી ચોકમાં આવેલી જૂની કેરી માર્કેટ વિસ્તારમાં એક રીક્ષા ન. GJ-15-AU-6764નો ચાલક ઝીપરુંભાઈ સંતાભાઈ ભોયા રૂ.500ના દરની નકલી નોટ ખરીદી માર્કેટમાં ફેરવતા હોવાની બાતમી મળી હતીપોલીસે બાતમીના આધારે ઝીપરુંભાઈ ભોયાને સમડી ચોક જૂની કેરી માર્કેટ પાસેથી રૂ.500ના દરની 60 નકલી નોટ સાથે ઝડપી પાડયા હતા. તેની SOGની ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા ઝીપરુંભાઈએ પરસે ઉર્ફે પરશુભાઈ મલાભાઈ પવાર, ચીંતુભાઈ ઝીપરભાઈ ભુઝડ અને પાર્થ નિલેષભાઈ શાહ તમામ રહે ધરામપુરનાઓને ઝડપી પાડયા હતા. તેઓની પાસેથી રૂ.500ના દરની કુલ 148 ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડયા હતા.આ ડુપ્લીકેટ નોટના રેકેટના તાર મહારાષ્ટ્ર ખાતે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. તમામ નોટ મહારાષ્ટ્રના એક ગામમાંથી પ્રિન્ટર મશીનમાં છાપીને મોકલતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે વધુ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહારાષ્ટ્રના સુરગાણા જિલ્લાનો અનિલ નોટ પ્રિન્ટિંગ કરતો હતો
પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના સુરગાણા જિલ્લામાં સુહી ગામમાં રહેતો અનિલ નામનો વ્યક્તિ ઘરે જ પ્રિન્ટર સહિતની સામગ્રીઓ રાખી રૂ. ૫૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો પ્રિન્ટિંગ કરતો હતો. અસલ જેવી લાગતી આ નોટો પ્રિન્ટ કરી તે મહારાષ્ટ્રના હરિદાસ નામના વ્યક્તિને આપતો હતો. અને હરિદાસ નોટ જયસિંગને આપી જયસિંહ ઝીપરુંભાઈ મારફતે ધરમપુર સહિતના આસપાસના વિસ્તારોમાં નોટો ઘુસાડતો હતો.
આરોપી નું સમગ્ર ઓપરેશન કોણે પાર પાડ્યું?
ડુપ્લીકેટ નોટના આ રેકેટનો પર્દાફાશ કરવામાં એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર વી.બી.બારડ તથા એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર જે.એન ગોસ્વામી તથા એસ.ઓ.જી. પો.સ.ઇ. કે.જે.રાઠોડ તથા પો.સ.ઈ. સી.એચ.પનારા તથા પો.સ.ઇ. કે.એમ બેરીયા તથા પો.સ.ઈ. એલ જી.રાઠોડ તથા એસ.ઓ.જી.તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. અલ્લારખુ અમીર વાની , હે.કો.સયદ બાબન વાઢું , હે.કો. જયંતીભાઇ નગીનભાઇ પટેલ , પો.કો.દિગ્વિજયસિંહ વિક્રમસિંહ , પો.કો કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ , પો.કો કેતન ઇશ્વરભાઇ , પો.કો.કરમણભાઇ દેસાઈ , પો.કો. આશીષ કુવાડીયા સામેલ હતા. તેમણે મહારાષ્ટ્રના ગામડાઓમાં પહોંચી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.

(8:29 pm IST)