Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરતના અમરોલીમાં મોબાઈલ પર વાત કરવામાં મશગુલ યુવાન ચોથા માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો

સુરત: શહેરના અમરોલીમાં લુમ્સના ખાતામાં મોબાઈલ પર વાત કરવામાં મશગુલ યુવાન ચોથા માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. બીજા બનાવમાં વેસુમા બિલ્ડિંગના કામ કરતી વખતે આઠમા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું હતું. 

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી મળેલી વિગત મુજબ અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝના લૂમ્સ ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતા ૩૯ વર્ષીય રોહિત મોટીરામ ખટાઇનું ચોથા માળેથી નીચે પટકાતા મોત થયું છે. રોહિત ગત તારીખ 12મી મોડી રાત્રે લુમ્સ ખાતામાં ચોથા માળે દારૂના નશામાં મોબાઈલ પર વાત કરતો હતો. ફોન પર વાત કરવામાં મશગુલ હોવાથી નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. રોહિત મૂળ ઓરિસ્સા ગંજામનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે.

બીજા બનાવમાં ભીમરાડ પોલીસ ચોકી પાછળ રહેતો ૨૨ વર્ષીય આશિષ મુકતા રજા રવિવારે સવારે વેસુ રોડ પર બિલ્ડિંગના આઠમા માળે કામ કરતો હતો, ત્યારે અચાનક નીચે પટકાતા ગંભીર ઈજા થઇ હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ બિહારનો વતની હતો અને તે મજુરી કામ કરતો હતો. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:24 pm IST)