Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે ગટરની પાઇલાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક લોકોને ગંદકી સહન કરવાની નોબત આવી

ખેડા:જિલ્લાના એક ગામમાં ગટરલાઈન તૂટી જતાં ગંદું ર્પાણી સંગ્રહિત થઈને ગામની પાઈપલાઈનમાં જતું હોવાની ફરિયાદ ઊઠી છે. વહેલીતકે આ ગટરનું સમારકામ કરાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. 

ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે સ્વામીનારાયણ મંદિર પાસે પાણીની પાઈપલાઈન તૂટી ગઈ  હોવાથી ગટરનું પાણી ગામની પાઈપલાઈનમાં જતું હોવાની ફરિયાદો ઊઠી છે. પાઈપલાઈન પાસે જ  ઉકરડો પણ હોવાથી બધી ગંદકી ભેગી થઈ રહી છે અને તેનું કનેક્શન ગામમાં જતાં પાણીની પાઈપલાઈન સાથે હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે. આ કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગામમાં આશરે ૧૨૦૦ની લોકવસતી છે. ગટરલાઈન પાસે જ જંગલી ઝાડી ઊગી નીકળ્યા છે. ઘણા સમયથી વોટર વર્ક્સના પાણીની પાઈપલાઈન તૂટી જવાને લીધે ગંદું પાણી અહીં સંગ્રહિત થયાં કરતું હોવાનું જાણવા મળ્યું છે. જાગ્રત નાગરિકોના જણાવ્યા મુજબ આ ગંદું પાણી ગામની પાઈપલાઈનમાં ભેગી થઈ જતાં ગામના ઘરે-ઘરે જતું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. આ કારણે હાલ ગ્રામજનો સતત રોગચાળાના ભયમાં જીવી રહ્યા છે. વહેલીતકે આ પાઈપલાઈનનું સમારકામ કરાવવામાં આવે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.

(6:23 pm IST)