Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

તારાપુર તાલુકાના આદરૂંજ ગામે મિત્રને ખેતરમાં લઈ જઈ ઉશ્કેરાયેલ શખ્સે ગળે ટૂંપો દઈ મિત્રને મોતનેઘાટ ઉતારતા પોલીસ ફરિયાદ

તારાપુર:તાલુકાના આદરૂજ ગામે રહેતા અંબુભાઇ મંગળભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો મોટો પુત્ર ભાનુભાઇ ઉર્ફે ભલો રાત્રિના જુની ઈન્દિરા કોલોનીમાં આવેલા મકાનમાં દરરોજ સુવા જતો હતો, પરંતુ ગતરોજ ભલો ઉર્ફે ભાનુ સવારે ઘરે ન આવતાં પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો, ત્યારે પ્રતાપસંગ અભેસંગ વાઘેલા અંબુભાઇના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના ખેતરમાં કામ કરતા કાળુભાઇ મણીભાઇ (રહે. પરિએજ) તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે રાત્રિના બારેક વાગે આદરૂજની સીમમાં જગદીશભાઇ સોલંકીના ખેતરમાં ગયા હતા હું અને ભાનુ ગયા હતા, બાદમાં આંબાના ઝાડ નીચે બેઠા હતા ત્યારે અમારી બંને વચ્ચે ઝઘડો થતા ભાનુને ગળે ટૂંપો દેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બાદમાં પરિવારે ખેતરમાં જઇ તપાસ કરતાં આંબા નીચે ઢાંકેલી હાલતમાં ભાનુની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે મૃતકના પિતાએ તારાપુર પોલીસમાં આરોપી કાળુભાઇ મણીભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:22 pm IST)