Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મૌલીન વૈષ્ણવના ટ્રસ્ટ દ્વારા જગ્યા-બાંધકામ અર્પણ કરાતા વડોદરા હોસ્પિટલમાં જ ફાયર સ્ટેશન સુવિધા

રાજકોટ, તા. ૧૪ : અરવિંદરાય કે વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા એ કે વૈષ્ણવ વડોદરા ફાયર બ્રિગેડના પ્રથમ વડા હતા અને ૪૨ વર્ષની સફળ કામગીરી બાદ નીવૃત થયા પછી ટ્રસ્ટની સ્થાપના કરી - આ ટ્રસ્ટને રાજ્ય સરકારે SSG હોસ્પીટલમા જગ્યા ફાળવતા ટ્રસ્ટ દ્વારા એમ્બયુલંસ સેવા કેન્દ્રની ઈમારત બાંધી ૧૯૯૯થી દર્દીઓની સેવા કરી રહ્યા હતા.

ર્ટ્સ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કિરાત વૈષ્ણવે જણાવ્યું કે કરોનાની મહાબીમારી દરમિયાન રાજ્યની અનેક હોસ્પીટલોમા આગના બનાવો બન્યા અને દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા - આને પગલે ટ્રસ્ટ દ્વારા તંત્રને વિચાર મુકવામા આવ્યો કે આપણા ટ્રસ્ટને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીન અને ટ્સ્ટ દ્વારા બાંધવામા આવેલ ચાર ગેરેજ વહીવટી કચેરી સાથેનુ બીલ્ડીંગ

સરકારને પરત કરી ત્યાં ફાયર અને એમ્બયુલંસ સેવા કેન્દ્ર બનાવાય જેનું સંપુર્ણ સંચાલન સરકારી હોસ્પીટલ દ્વારા કરી સકાય - આ વાતને તંત્ર દ્વારા સ્વિકારાતા શનિવાર ૧૨ જુનના રોજ કોવીડ ગાઈડલાઈન મુજબ નાના સમારંભમાં વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પીટલ સુપ્રીન્ટેન્ડ ડો રંજન ઐયરને શહેરના મેયર શ્રી કેયૂર રોકડિયાની હાજરીમાં તેરા તુજકો અર્પણની ભાવનાથી જગ્યા સાથે બીલડીંગ સુપ્રત કરવામાં આવ્યું

કાર્યક્રમમાં પુજ્ય મોરારીબાપુનો સંદેશો વાંચવામા આવ્યો હતો.

આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ ડો વિજય શાહ કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રશાંત પટેલ તેમજ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નગરજનો એ ટ્સ્ટના અનુકરણીય પગલાંને આવકારી પ્રસંશા કરી હતી.

(5:43 pm IST)